Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના શ્રવણ ચોકડી પાસે પુંજા હાઉસિંગ કોમ્પ્લેક્ષના એક મકાનમાં આગ લાગતા દોડધામ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ પુંજા હાઉસિંગ કોમ્પલેક્ષના એક મકાનમાં આજે સવારના સમયે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા મકાનમાં ઉપસ્થિત લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાનમાં રહેલ ફર્નિચર, ઇલેક્ટ્રિક ઉપકરણો સહિત ઘર વખરીના સામાનને ભારે નુકશાની થઇ હતી. ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી.

Advertisement

આગ લાગવાની સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ પ્રકારની જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે સમગ્ર ઘટનામાં મકાન સંચાલકને મોટી નુકસાની થઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

નેત્રંગની ખ્યાતનામ સંસ્થા શ્રી રઘુવીર કેવળ ભક્ત વિદ્યાલયમાં 16 વર્ષથી સેવા આપતાં 15 જેટલાં શિક્ષકોને છૂટા કરી દેવામાં આવતા વિરોધનો વંટોળ

ProudOfGujarat

સુરતની એક વિધવા મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતા સનસનાટી મચી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : નવી વસાહતના ગરીબ પરિવારના ધ્રુમિલ સોલંકી ક્રિકેટ ક્ષેત્રે કરી રહ્યા છે પ્રગતિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!