ઈદ ની ઉજવણી કરવામાં આવી.
ભરૂચ શહેર જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્રારા ઈદ ઉલ જૂહા (બકરા ઈદ)ની નમાઝ અદા કરી એક બીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.
ભારત અને વિશ્વમાં પરંપરાગત ઈદ-ઉલ-જૂહા,જૂહા (બકરા ઈદ) અથવા દુહનો અર્થ અરબીમાં કુરબાની થાય છે.ઈસ્લામી માન્યતા મુજબ,ઈબ્રાહીમ અલે સલામ ની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના વહાલસોયા પુત્રની કુરબાની આપવાનો હુકમ કર્યો હતો. તેથી પહાડ પર ઈસ્લાઈલને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લઈને જ્યારે પોતાના પુત્રની કુરબાની આપવાની કર્યું અને જ્યારે તેણે પોતાની આંખ પરની પટ્ટી હટાવી જોયું તો પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો હતો. અને વેદી પર કપાયેલ બકરાનુ બચ્ચુ પડ્યુ હતુ.આ તહેવાર ત્રણે દિવસોમાંથી એક દિવસ,પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે ૬૧ર ગ્રામ કે તેનાથી વધુ ચાંદી છે, બકરો, ઘેંટુ અથવા કોઈપણ ચાર પગવાળા પશુને કુર્બાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે.ઈદની નમાઝ પછી સાથે બેસીને ઉજવણી કરવામાં આવે છે.
ત્યારે આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં પણ બકરા ઇદની વિશેષ નમાઝ અદા કરી એક બીજને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્રારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.