Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આવતીકાલે સ્વામિનારાયણ ફીડરથી અપાતા વીજ પુરવઠામાં કલાકોનો કાપ, તમામ ટાંકીઓ પર પાણી પુરવઠો રહેશે બંધ.

Share

ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા.27/8/2022 શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની (22 KV સ્વામિનારાયણ ફિડર) તરફથી અયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના 7:00 કલાકથી બંધ રાખવામા આવનાર હોય, તા.27/8/2022 શનિવારના રોજ સવારના 7:00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તથા પાણી સંગ્રહ કરી સાચવીને વાપરવા વિનંતી છે. તા.28/8/2022 ને રવિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો મળશે.

આમ આવતી કાલે વીજ પુરવઠો બંધ રહેતા તેની સીધી અસર શહેરમાં પાણી પુરવઠો પૂરું પાડતી ટાંકીઓ ઉપર પડશે જેથી પાણીનો સંગ્રહ વાપરવા માટેના સૂચનો પણ તંત્ર દ્વારા શહેર જનોને અખબાર યાદીના મધ્યમ થકી આપવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કલાકોના વીજ કાપની સીધી અસર અયોધ્યા નગર સહિત માતરિયા તળાવ વિસ્તારમાં વસતા હજારો લોકોના રોજિંદા કાર્ય પર પણ પડશે તેમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદના યુવાને દેવું વધી જતાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો પાણીની આવક માત્ર 10,348 ક્યુસેક અને જાવક 10107 ક્યુસેક…

ProudOfGujarat

રાજપીપળા : ચૈત્ર માસમાં લીમડાનાં રસનું સેવન કરતા નર્મદાવાસીઓ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!