Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકીય પાર્ટીઓને છોટુ વસાવાનો લલકાર, આદિવાસીઓ સત્તામાં નહીં આવે એવો ફાંકો રાખતા હોય તો કાઢી નાખજો…ગુજરાતમાં તમામ સીટો પર અમે ચૂંટણી લડીશું અને જીતીશું.

Share

આગામી નવેમ્બર ડિસેમ્બરમાં ગુજરાત વિધાન સભાની ચૂંટણી આવનાર છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગુજરાતની ચૂંટણીઓ માટે તૈયારીઓ કરી રહી છે. ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP દ્વારા ગુજરાત રાજ્યોમાં ચૂંટણી લડનારા તેમના ઉમેદવારોને લઈને ખાસ એક બેઠક તેમની હેડ ઓફીસ ચંદેરીયા ખાતે રાખવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય અને મુખ્ય સંયોજક છોટુ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય ડેડીયાપાડા મહેશ વસાવા સહિત ગુજરાત રાજ્યની વિવિધ વિધાનસભા સીટોના વિસ્તારમાં કામ કરતા બીટીપી અને બિટીએસના કાર્યકરો હોદેદારોની એક મહત્વની બેઠક મળી હતી.

આ બેઠકમાં ચૂંટણી અંગે રણનીતિ અને ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. ફાયનલ નામ બિટીપીની પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે. ગુજરાત રાજ્ય ભરના બીટીપીના આગેવાનો અને કાર્યકરોને છોટુભાઈ અને મહેશભાઈએ સંબોધીને કામે લાગી જવાની હાકલ કરી હતી. જ્યારે છોટુભાઈ વસાવાએ તેમના મૂળ અંદાજમાં આવી દેશની અન્ય રાજકીય પાર્ટીને લલકારીને કહ્યું હતું કે, બીટીપી નાની પાર્ટી છે એવો ખાંપો રાખવા વાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં બીટીપી ભાગ લેશે અને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટોપર નહીં, તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે. આજે આ ચૂંટણી સંદર્ભે જ બેઠક હતી અને આદિવાસીઓ સત્તામાં આવે નહીંની મગજમાં વાત હોય તો કાઢી નાખજો. આદિવાસીઓ સત્તામાં પણ આવશે અને કુદરતી સંપત્તિ પણ બચાવશે. જે ચોર સરકારો અને પાર્ટીઓ છે જે આ કુદરતી ખનીજ સંપત્તિની ચોરી કરે છે તેમને પણ ચેતી જવા જેવું છે કરણ કે, આદિવાસી સમાજને જે પાર્ટીઓ લૂંટી રહી છે તેમને આદિવાસી સમાજ છોડાશે નહીં. કહી ગુજરાત રાજ્યમાં બહુમતી સાથે જીતનો દાવો પણ કર્યો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

મહેમદાવાદમાં વ્યાજ ઓછુ કરવાનું કહેતા વ્યાજખોરોએ મારી નાંખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાઈ.

ProudOfGujarat

અમદાવાદ એએમટીએસની બસમાં ચોરી કરતી ગેંગની એક મહીલાની પોલીસે ધરપકડ કરી : મહિલા પાસેથી આ 63 હજારનો સોનાનો ચેન મળી આવ્યો : પોલીસે વધુ તપસ હાથ ધરી

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયાનાં ધારાસભ્યની સરકારને રાકેશ ટીકૈત મુદ્દે ખુલ્લી ચેતવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!