Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હુસેનિયા સોસાયટીમાં સામાન્ય બાબતે બે જૂથ બાખડયા, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા સોસાયટી વિસ્તારમાં ગત રાત્રીના સમયે સામાન્ય બાબતની બોલાચાલીમાં બે જૂથ સામ સામે આવી જતા મારક હથિયારો વડે થયેલ હુમલામાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે.

ઘટનામાં ઇજાગ્રસ્ત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલ રફીક ઇસ્માઈલભાઈ ગોઠણ નાઓએ જણાવ્યું હતું કે રાત્રીના સમયે તેઓ હુસેનિયા મસ્જીદ નજીક બેઠા હતા તે દરમિયાન નાના બાળકો વચ્ચે કોઇક વાતને લઇ ઝઘડો થયો હતો જે ઘટનામાં તેઓએ બાળકોને છોડાવ્યા હતા તે બાદ આચનક 8 થી 10 વ્યક્તિઓના ટોળા એ આવી પહોંચી તેઓ ઉપર હુમલો કર્યો હતો.

હુમલામાં રફીકભાઈ ગોઠણના હાથના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાત્રીના સમયે થયેલ બે જૂથ વચ્ચેના ઝઘડાના મામલે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસે પણ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અરવલ્લીમાં ને.હા.નં. 8 પર ટ્રકને નડ્યો અકસ્માત, મોડાસા નગર પાલિકાનું અઢી કલાક દીલધડક રેસ્ક્યું

ProudOfGujarat

ભરૂચ : બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા સતચેતના પર્યાવરણ સંગઠનની અનોખી પહેલ…!

ProudOfGujarat

વડોદરા દાંડિયા બજાર વિસ્તારમાં બંધ મકાનમાં ભંગાર કામ કરતા બે યુવક દ્વારા ચોરીનો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!