ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે સમસ્યાઓનું સર્જન કરનાર રખડતા ઢોરને પાંજરે પુરી તેના માલિકો સામે કાર્યવાહીની તૈયારી હવે ભરૂચ નગરપાલિકા એ બતાડી છે. ગત રાત્રીના સમયથી જ ભરૂચ નગરપાલિકાના કર્મીઓએ દ્વારા વિવિધ વિસ્તારોમાં ઢોર પકડવાના વાહન સાથે રખડતા ઢોરને પાંજરે પૂરી પાંજરા પોર ખાતે ખસેડવાની કવાયત હાથધરી છે.
રાજ્યના કેટલાય શહેરોમાં રખડતા પશુઓ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમી બન્યા હતા કેટલાક સ્થળે તો રખડતા ઢોરના કારણે અનેક લોકો ઇજાઓ પણ પાણી ચુક્યા છે, કેટલાંય લોકોએ મામલે કોર્ટના દ્વાર પણ ખકડાવી તંત્ર સામે જ બાયો ચઢાવી છે. તેવામાં હવે ભરૂચ નગરપાલિકા મામલે ગંભીર બની છે. ભરૂચના શક્તિનાથ, કીર્તિ સ્તંભ સર્કલ સહીતના વિસ્તારોમાં ગત રાત્રીના સમયે પાલિકા પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતીમાં રખડતા ઢોર પકડવાના અભિયાનની શરુઆત કરવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાની ઢોર પડકવાની ટીમ દ્વારા માર્ગો પર અડીંગો જમાવી અને નડતરરૂપ થઇ બેસેલ અનેક ઢોરને રાત્રીના સમયે પકડી પાંજરા પોર ખાતે ખસેડવાની તજવીજ હાથધરી હતી સાથે જ જાહેર માર્ગો પર ખુલ્લા છોડવામાં આવતા ઢોરના માલિકોનો સંપર્ક શોધી તેઓની સામે કાર્યવાહી કરવાની પણ તૈયારીઓ બતાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744