Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ, ભરૂચના કાંઠે પાણી પ્રવેશ્યા, ફુરજા ખાતે તણાઇ જતા એકનું મોત.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં સતત છોડવામાં આવી રહેલા પાણીના પગલે ભરૂચ, નર્મદા સહિત વડોદરાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં પુરની સ્થિતિ નું સર્જન થયું છે. નદીમાં જળ સ્તર વધતા અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના કાંઠા પર વસતા લોકોને સ્થળાંતર કરવાની નોબત આવી છે, સતત વધતા જળ સ્તરના પગલે નદી કાંઠાના વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી સપ્તાહમાં બીજીવાર ભયજનક સપાટી વટાવીને વહેતી નજરે પડી રહી છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી તેની 24 ફૂટની ભયજનક સપાટી વટાવી હાલ 28 ફૂટે વહેતી થઇ છે, જે ભયજનક સપાટી કરતા 4 ફૂટ ઉપર વહી રહી છે, નર્મદામાં સપાટી વધતા નદી કાંઠાના તમામ વિસ્તારો જળબંબાકાળની સ્થિતિમાં ફેરવાયા છે.

નર્મદા નદીની જળ સપાટી 28 ફૂટે પહોંચતા શહેરના ફુરજા વિસ્તારમાં માર્ગ પર પાણી પ્રવેશ્યા છે તો દાંડીયા બજાર, કસક, નવચોકી ઓવરા, વેજલપુર બહુચરાજી ઓવારા, સહિતના આસપાસના વિસ્તારોમાં પણ પુરના પાણી પ્રવેશવાની શરૂઆત થતા કાંઠે વસતા લોકોની ચિંતામાં વધારો થયો છે. નર્મદા નદીના અંકલેશ્વર કાંઠે પણ નદીની સપાટી વધતા ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. સરફઉદ્દીન ખાલપીયા, બોરભાઠા બેટ, જુના કાંસિયા, છાપરા પાટિયા, મુલડ અને માંડવા સહિતના વિસ્તારોની સીમમાં આવેલ ખેતરોમાં પૂરના પાણી પ્રવેશતા ખેતીના ઉભા પાકને ભારે નુકશાની થઈ હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે.

Advertisement

નર્મદા નદીમાં પુરની સ્થિતિ વચ્ચે નદીના પાણીમાં કેટલાય સ્થળે લોકો ફસાયા હતા જે બાદ હેમખેમ રીતે તમામને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. જેમાં પ્રથમ ઘટના ઝઘડિયાના જરસાદ નજીક સર્જાઈ હતી જ્યાં ગામની સીમમાં પુરના પાણી જોવા ગયેલ ત્રણ વ્યક્તિઓ ફસાયેલા નજરે પડતા સ્થાનિક પોલીસના જવાનોએ દોરડાની મદદથી તમામ વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

તો બીજી ઘટના ભરૂચ શહેરના ફુરજા માર્ગ પર બની હતી જ્યાં પણ એક વ્યક્તિ પુરના પાણીમાં ફસાઇ જતા નગર પાલિકાના કર્મીઓએ રેસ્ક્યુ કરી યુવકને બહાર કાઢ્યો હતો જે બાદ હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. હાલ આ યુવક કોણ છે અને ક્યાંનો છે તે દીશામાં પોલીસ વિભાગે પણ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

નર્મદા નદીમાં છેલ્લા 24 કલાકમાં નદીનું જળ સ્તર 5 ફૂટ જેટલું વધ્યું છે જે બાદ સતત વધતા જળને લઇ તંત્રના અધિકારીઓ પણ ખડેપગે કાંઠા વિસ્તારોમાં એલર્ટ જોવા મળી રહ્યા છે. ભરૂચ,અંકલેશ્વર સહિતના કાંઠા વિસ્તારોમાંથી અત્યાર સુધી 1 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હોવાનું સામે આવી રહ્યું છે. નદીમાં સતત વધતા જળસ્તરને લઇ કાંઠા વિસ્તારોમાં લોકોને ન જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે, ત્યારે સતત ઉપર વાસમાંથી ભરૂચ તરફના ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડાતા હાલ ભરૂચ ખાતે પુરની ચિંતાજનક સ્થિતિનું સર્જન થયું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

બગોદરા હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 1 નું મોત 10 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઔરંગાનદીમાં ઘોડાપુર : ખેરગામ તાલુકાના ત્રણ પુલ પાણીમાં ગરકાવ.

ProudOfGujarat

બનાસકાંઠા: વિપક્ષના નેતાએ અત્તરની ભેટ આપી કહ્યું: ‘લ્યો અત્તર રાખો સાહેબ, આખુ ગામ ગંધાય છે’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!