નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. મંગળવારે સવારે ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી હતી. ઉપરવાસમાંથી હાલ ડેમમાં 4,12841 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમમાંથી 4,12547 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમના 23 દરવાજા 2.5 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તાર નર્મદા, વડોદરા, ભરૂચને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભરૂચ ખાતે નર્મદાની સપાટીમાં ફરી વધારો થયો છે. નર્મદા ડેમમાંથી વધારે પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં ફરી વધારો થયો છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટ આસપાસ આજે સવારે પહોંચી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો નદીના જળ સ્તરમાં ચારથી પાંચ ફૂટનો વધારો થયો છે. સપાટી વધુ એકવાર વધતા ભરૂચ નજીક નદીકાંઠા વિસ્તારમાં વસતા લોકો સહિત તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. જોકે હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નદીની જળ સપાટી તેની ભયજનક સપાટીથી ચાર ફૂટ નીચે વહેતી હોય ચિંતાની કોઈ વાત ન હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744