ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની બહેનો દ્વારા ગતરોજ સાંજે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભેગા થઇ ભારે સૂત્રોચ્ચાર કરી મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર સચિવને સંભોધિત એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા સમાહર્તાને સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં બહેનોએ ખાસ કરીને પોષણ સુધા યોજનામાં પડતી મુશ્કેલીઓ અને મોબાઈલ એન્ટ્રી ઘટાડવા ફરજીયાત પર્સનલ મોબાઈલથી ફોટા ન માંગવાનું બંધ કરવા માટે રજૂઆત કરી હતી.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના અગ્રણી રાગીણીસિંહ પરમારની આગેવાની કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગી થયેલ આંગણવાડીની બહેનોએ વિવિધ પડતર પ્રશ્નો સાથે જણાવ્યું હતું કે ગુજરાતના પાંચ જિલ્લાના ૧૦ ઘટકોમાં હાલ ચાલુ કરવાના આવેલ સગર્ભા/ધાત્રી માતાઓને રોજ એક વખત સંપૂર્ણ ભોજન મળી રહે તે માટે પાયલોટ પ્રોજેકટ તરીકે પોષણ સુધા યોજના જે અમલ માં મુકવામાં આવી છે તે યોજનામાં હાલની મોંઘવારીના પ્રમાણમાં ૧૯ રૂ.ની થાળી એટલે કે ૨૭ રૂ.માંથી બળતણ, દળામણ, મસાલા,વર્કર/હેલ્પરનું ઇન્સટિવ બાદ કરતાં જે માતાઓને ખવડાવવા માટે જણાવેલ છે જેની માત્રા જોતા લાગે છે કે અમો સંપૂર્ણ ભોજન (દાળ,ભાત, શાક,રોટલી) મળી શકે તેમ નથી. જેવી અનેક બાબતોના પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી તેઓની વેદનાઓ વ્યક્ત કરી તેઓની માંગણીઓ સંતોષાય તેવી માંગ કરી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744