ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી તેના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહી છે, નદીમાં જળની માત્રા વધતા નર્મદા નદી બંને કાંઠે વહેતી થઇ છે, ત્યારે નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થઇ રહેલ ભરૂચના પોલીસ કર્મી એ.એસ.આઈ શૈલેષભાઇ નાઈની પ્રસંશનીય કામગીરી સામે આવી છે.
નર્મદા નદીના પુરના ધસમસતા પ્રવાહમાં નર્મદા મૈયા બ્રિજ પરથી ઘર કંકાસથી કંટાળી ડીપ્રેશનમાં રહેલ યુવતી બ્રિજ પરથી છલાંગ લગાવે પહેલા જ પોલીસ કર્મી શૈલેષભાઇ નાઈ એ તેણીને પકડી લીધી હતી સાથે જ અન્ય પોલીસ કર્મીઓની મદદથી યુવતીને રસ્તાની સાઇડ પર લાવી તેની પૂછપરછ હાથધરી હતી.
સી ડીવીઝન પોલીસના કર્મીઓએ આત્મહત્યા કરવા આવેલ યુવતીની પૂછપરછ હાથધરી હતી જેમાં યુવતી ભરૂચના આમોદ ખાતેની હોવાનું જાણવા મળ્યું હતું અને તેના લગ્ન એક વર્ષ અગાઉ નેત્રંગ ખાતે થયા હોવાનું માલુમ પડ્યું હતું,આશરે ત્રણ મહિનાથી ચાલી રહેલા ઘર કંકાસથી કંટાળી યુવતી તેના પિયર આમોદ ખાતે ચાલી ગઇ હતી કપરી પરિસ્થિતિના કારણે પતિ અને પરિવાર બંનેને પોતાના બોજ મુક્ત કરવાની હતાશ સાથે તે આત્મહત્યા કરવા ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી હતી જેને પોલીસે જોતા તુરંત બચાવી લીધી હતી.
હારૂન પટેલ : ભરૂચ
મો.9925222744