Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નર્મદા નદીમાં સતત પુરની સ્થિતિ યથાવત, અત્યાર સુધી અનેક લોકોને કરાયા સ્થળાંતર, નીચાણવારા વિસ્તારમાં પાણી પ્રવેશ્યા.

Share

સરદાર સરોવર ડેમમાંથી સતત બે દિવસથી ૫.૬૨ લાખ ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ૨૪ ફૂટની તેની ભયજનક સપાટી વટાવીને ૨૬.૪૦ ફૂટે સવારે ૧૧ કલાક સુધી વહેતી જોવા મળી હતી. નદીમાં સતત વધતા જળ સ્તરના કારણે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૦૦૦ થી વધુ લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવાની નોબત આવી છે.

સરદાર સરોવર ડેમમાંથી ડાઉન સ્ટ્રીમના ભાગે સતત છોડાતા પાણીના પગલે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં સતત વધતા જળ સ્તરના કારણે આસપાસના ખેતરોમાં વ્યાપક પ્રમાણમાં ખેતીને નુકશાન થઇ રહ્યું છે સાથે સાથે કાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પુરના પાણી પ્રવેશવાની શરૂઆત થતા લોકોના રોજિંદા જીવન ઉપર પણ તેની સીધી અસર ઉભી થઈ છે.

ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના વધેલા જળસ્તરના કારણે અનેક મકાનો અને ખેતરો જળ મગ્ન બન્યા છે. ભરૂચના કસક ઝૂંપડપટ્ટી, દાંડીયા બજાર કાંઠાનો વિસ્તાર, ફુરજા બંદરથી વેજલપુર બહુચરાજી ઓવરા સુધીના વિસ્તારમાં પુરના પાણી પ્રવેશતા ૫૦ થી વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આખે આખા મકાનો પાણીમાં ગરકાવ થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે, તો અંકલેશ્વરના સરફઉદ્દીન ખાલપીયા, બોરભાઠા બેટ, જુના કાંસિયા સહિતના નદી કાંઠાના વિસ્તારમાં પાણી ફરી વળતા ખેતરો અને મકાનોને પણ મોટા પ્રમાણમાં નુકશાની થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

નર્મદા નદીમાં આવેલા પુરના કારણે સ્થળાંતર કરવામાં આવેલા લોકોને દૈનિક વળતર ચૂકવવામાં આવે તે અંગેની રજુઆત મુખ્યમંત્રી મંત્રી સમક્ષ ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા કરવામાં આવી છે. આમ ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં વધેલા જળ સ્તરના કારણે ચોતરફ તારાજીના દ્રશ્યોનું નિર્માણ થતું હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

હાંસોટ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

મગરને રેસ્કયુ કરવા વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડપર રખાઈ

ProudOfGujarat

તાપી જીલ્લાનાં નવાપુરના લોકોએ વીજકર્મચારીઓને બહાર કાઢી કાર્યાલયને તાળાબંધી કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!