વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર હર ઘર તિરંગા અભિયાનને વધાવી લઈ સમગ્ર દેશના મોટા ભાગના લોકોએ પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો હતો. હવે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ થઈ છે ત્યારે દેશના દરેક નાગરિકે રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવું જોઈએ.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વ્યક્તિને રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તો તેને પુરા સન્માન સાથે રાષ્ટ્ર ધ્વજ પરત કરી શકશે. આ ઉપરાંત કોઈપણ શહેરીજનો ઘરે રાખવા માગે તો તેને સાચવી અને રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાઈ તે રીતે રાખવો પડશે. રાષ્ટ્રધ્વજ ત્રિરંગાને ઉપયોગ કર્યા પછી જો કોઈ કારણોસર તે ખરાબ ગયો, ફાટી ગયો કે તેનો રંગ આછો થઈ ગયો હોય તેને પરત કરવા માંગતા હોય તેવા લોકોએ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચનો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજ પરત કરી શકશે. રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ તે રીતે તેને યોગ્ય રીતે નષ્ટ કરવામાં આવશે. જેના માટે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો. પ્રકાશ પટેલ:-7043585007, હેમાબેન પટેલ:- 7016211051
ભરૂચમાં સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ પુરા સન્માન સાથે રાષ્ટ્રધ્વજ પરત લેશે.
Advertisement