ભરૂચમા વસેલા પારસી પરિવારો મંગળવારે પવિત્ર તહેવાર પતેતી સાથે પારસી નૂતન વર્ષની એકમેકને શુભકામના પાઠવી ઉમંગભેર ઉજવણી કરી હતી. શહેરમાં આવેલી અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓએ પવિત્ર અગ્નિની પૂજા કરી એકબીજાને શુભકામના પાઠવી હતી.
ભરૂચમાં વસતા પારસી સમાજ દ્વારા પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરી હતી. તેઓ આ દિવસે ભૂલોનો પશ્ચાતાપ કરીને મનને શુદ્ધ કરવાનો દિવસ માને છે. પારસીઓએ પોતાના ઘર અને આતશબેહરમનાં આગણમાં સાથીયા અને આસોપાલવનાં તોરણથી શણગાર કરે છે. ભરૂચમા પણ પારસી સમાજ દ્વારા પતેતી નિમિત્તે તેમના નવા વર્ષની ઉજવણી કરી હતી.
ત્યારબાદ એકબીજાના ધરે જઇને શુભકામનાઓ પાઠવી નવા વર્ષની ઉજવણી કરી હતી.
વેપાર અર્થે ઇરાનથી કુલ 1,305 પારસીઓ 11 વહાણોમાં ગુજરાતના દિવ અને તે બાદ સંજાણ બંદરે આવ્યા હતા. જેમાં 6 વહાણમાં મહિલાઓ 4 વહાણમાં પુરુષો અને એક વહાણમાં પવિત્ર આતશ સાથે તેમના ધર્મ ગુરુ હતા. 6 માસના દીર્ઘ પ્રવાસ બાદ તેઓ ભારતની આ ધરતી પર પહોંચ્યા હતાં. જોકે રાજાએ તેમને અહીંયા જગ્યા નહીં હોવાનું જણાવતા તેમણે દૂધમાં સાંકરની જેમ ભારતીય સંસ્કૃતિની જેમ ભારતીય સંસ્કૃતિમાં ભળી જવાનું જણાવી શાંત પારસી સમાજના લોકો અહીંયા વસી ગયા હતા.