Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર ગામે ભાવેશનગરના રહેણાંક મકાનમાં પત્તા પાના વડે જુગાર રમતા ૬ જુગારીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી રાત્રીના સમયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ઝાડેશ્વર ગામે ભાવેશનગર ખાતેના રહેણાંક મકાનમાં કેટલાક જુગારીઓ પોતાના આર્થિક ફાયદા સારું પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે, જે બાદ પોલીસે બાતમીવાળા સ્થળે દરોડા પાડયા હતા.

ક્રાઇમ બ્રાંચના દરોડામાં રહેણાંક મકાનમાં જુગાર રમતા કુલ ૬ જુગારીઓ (૧) જીગર માવજીભાઈ પરમાર રહે. ભાવેશનગર,ઝાડેશ્વર (૨) જયનીક જયંતિભાઈ શાહ રહે.ઓમકારેશ્વર ફ્લેટ, ઝાડેશ્વર (૩) ભાવિક દિપક ભાઈ જૈન રહે.ચિત્રકુટ સોસાયટી તુલસીધામ (૪) ભાવિક જગદીશભાઈ ચોટલીયા રહે,દંત રેસિડેન્ટસી ઝાડેશ્વર (૫) કુણાલ ચંદુભાઈ બારોટ રહે,શારદાસન ઝાડેશ્વર તેમજ (૬) યુવરાજસિંહ અર્જુનસિંહ સિંધા રહે,શુભ લક્ષ્મી, સાંઈ મંદિર ઝાડેશ્વર નાઓને ૪૮ હજાર ઉપરાંતની રોકડ રકમ સહિત ફોરવ્હીલ કાર મળી કુલ ૧૨,૦૧,૩૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. 99252 22744


Share

Related posts

ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા કરા સાથે વરસાદ પડયો.

ProudOfGujarat

કેલ્વીકુવા ગામના પુલની રેલીંગ-માટી પુરાણની માંગ કરતાં રહીશો,ગફલતથી વાહન સીધું ખાડીમાં પડતા જીવ ગુમાવાનો વારો,

ProudOfGujarat

વડોદરા : કરજણ મામલતદાર એન.કે.પ્રજાપતિની બદલી થતાં સેવાસદન ખાતે વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!