પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ-વાલીયા તાલુકાના ગામોમાંથી આર.આર ઇંફા પ્રોજેક્ટ લી.કંપનીનું રીજીઓનલ વોટર સપ્લાય-૨ પાઇપોની ચોરી થવાથી નેત્રંગ-વાલીયા પોલીસે ચારથી વધુ ટીમો બનાવી નેત્રંગ-વાલીયા, અંકલેશ્વર, ભરૂચ ટોલનાકા ઉપરના સીસીટીવી ફુટેજ તપાસ કરી જે વિસ્તારમાં કામ ચાલતું હોય ત્યાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ દરમ્યાન પાટીખેડા ગામ પાસે બે શંકાસ્પદ ઇસમો ચોરી થયેલા પાઇપો આઇસર ટેમ્પામાં ભરતાં હોય અને એક ફોરવ્હીલ ગાડી પાઇલોટીંગ કરતી હોવાની માહિત મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે પાટીખેડા ગામ પાસે કોર્ડન કરી રેડ કરતાં આઇસર ટેમ્પા નંગ – ૫ સાથે રૂ.૨૩,૧૬,૦૮૦ ઉપરથી ૧૭ જેટલા ઇસમોની ચોરી કરતાં રંગેહાથ પકડી પાડી જેલભેગા કરી દીધા હતા. ગણતરીના દિવસોમાં પોલીસે રૂ.૭૫.૮૪.૨૫૮ લાખના મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જેમાં નેત્રંગ પો.સ્ટેશનના પૂર્વ પીએસઆઇ એન.જી પાંચાણી,પો.કર્મી વિજયસિંહ મોરી, અજીતભાઇ વસાવા, મુળજીભાઇ વસાવા, અજીતભાઇ વસાવા અને પ્રકાશભાઇ વસાવાનું જંબુસર ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસે જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને જીલ્લા પોલીસવડા ડૉ.લીના પાટીલે પ્રસંશાપત્ર એનાયપ કરવામાં આવતા આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના પાઇપોની ચોરીનો ભેદ ઉકેલનાર પો.કર્મીઓનું કરાયું સન્માન.
Advertisement