જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તારીખ 15/8/2022 ના “જિલ્લા કક્ષાના કલા ઉત્સવ -2022” માં પ્રાથમિક શાળા પાનોલી, તા. અંકલેશ્વર, જિ. ભરૂચ વિદ્યાર્થીની શાહ યાસ્મીન અબ્દુલસત્તાર ચિત્રકળા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પ્રાથમિક શાળા પાનોલી ગામ પાનોલી તા.અંકલેશ્વર અને જિલ્લા ભરૂચનું નામ રોશન કર્યું. ચિત્ર શિક્ષક પ્રદિપ દોશીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 5 વર્ષથી આ શાળા ચિત્રકલામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું ઉત્તમ અને ઉત્કૃષ્ટ રીતે પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં પણ યાસ્મીન રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત કરે એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.
Advertisement