Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કોંગ્રેસમાં ઘમાસાણ, યુવા પાંખના હોદ્દેદારો વચ્ચે મારામારી, મામલો પોલીસ મથકે પહોંચ્યો…!!

Share

ભરૂચ શહેર કોંગ્રેસના યુવા હોદ્દેદારો વચ્ચેનો આંતરિક યુદ્ધ હવે તેની ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ લાગી રહ્યું છે, થોડા દિવસો અગાઉ યુવા કોંગ્રેસના ઉપ પ્રમુખ નિખિલ શાહ અને નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ વચ્ચે કોંગ્રેસ કાર્યલય ખાતે મારામારી થઇ હોવાની વાતો વહેતી થઇ હતી જે સમગ્ર ઘટના ક્રમ પર જે તે વખતે અન્ય સિનિયર હોદ્દેદારોના પ્રયાસોથી મામલો શાંત પડ્યો હતો.

જે ઘટના ક્રમ બાદ ગત રોજ ભરૂચની એમ.કે કોલેજ ખાતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ઇલેક્શન સમયે યુવા કોંગ્રેસના ઉપ પ્રમુખ નિખિલ શાહ સાથે પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી નિકુલ મિસ્ત્રી વચ્ચે મારામારી થઇ હોવાનું સામે આવ્યું છે, જેમાં નિખિલ શાહ દ્વારા સમગ્ર મામલે ભરૂચ સી ડીવીઝન મથકે પોતાની ફરિયાદ આપી તેઓને મારમારી ધમકી આપનાર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે.

Advertisement

યુવા કોંગ્રેસના ઉપ પ્રમુખ નિખિલ શાહ એ આપેલ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૧૦ દિવસથી સમસાદ અલી સૈયદ અને તેઓની ટોળકી દ્વારા અમોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, સાથે જ માર મારવાના બહાના ધૂંધી લાવવાના પ્રયાસ હેઠળ ગત તારીખ ૫/૦૮/૨૦૨૨ ના બનાવની અમે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને ફરિયાદ કરી હતી જે બાબતની રીશ રાખી સમસાદ અલી સૈયદ નાઓએ નિકુલ મિસ્ત્રીને કોઈ ગેર સમજ ઉભી કરાવી તેમજ તેને ઉશ્કેરી મારી સામે લડવા અને માર મારવા પ્રોત્સાહન કરી મારી ઉપર અચાનક જ એ.કે કોલેજ ખાતે તમાચા મારી મારામારી કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા જે દરમિયાન ઘટના સ્થળે હાજર શકીલ અકુજી અને પ્રદેશ એન.એસ.યુ આઈ ના ઉપ પ્રમુખ યોગેશ પટેલ(યોગી) નાઓએ વચ્ચે પડી તેઓને બચાવ્યા હતા તેમ ફરિયાદમાં જણાવાયું છે.

આમ ભરૂચ કોંગ્રેસમાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા હોદ્દેદારો વચ્ચેના આંતરિક ઝઘડાઓ હવે કાર્યલયની બાહર નીકળી જાહેર સ્થળોએ છાપરે ચઢી ગુંજી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસમાં શરૂ થયેલ આ ગૃહ યુદ્ધ આખરે ક્યાં જઈ અટકે છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ : વેજલપુરના કુંભારયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાસાઈ થતા ત્રણના મોત અન્ય બે ઘાયલ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર માર્ગ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો..!!

ProudOfGujarat

રાજપીપલા વિસ્તારમાં થયેલ ધરફોડ ચોરીના કામે સીકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી કુલ-૭ ધરફોડ ચોરી ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!