Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદન કરાયું.

Share

ભરૂચની ઐતિહસિક જુમ્મા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજવંદનનો ક્રાયક્રમ યોજાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.

સમશાદ સૈયદે જણાવ્યુ હતુ કે આપણને આઝાદી દેશના મહાપુરુષો, સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને બલિદાનથી મળી છે. ત્યારે મહામૂલી આઝાદીની મહત્તા સમજવાની સૌને જરૂર છે. એને સમજીશું તો જ આઝાદીના પર્વને સારી રીતે ઉજવી શકીશું. આઝાદ ભારતના નાગરિક તરીકે આપણે આપણો નાગરિક ધર્મ નિભાવી દેશને વધુ મજબૂત કરવો પડશે.

Advertisement

ધ્વજ વંદન કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુલ આબેદીન, એક્સ આર્મી મેન મુળજીભાઈ, પાયોનિયર હાઈસ્કુલના આચાર્ય સંજયભાઈ વસાવા, આરસીસી ના પ્રેસિડેન્ટ ઝેનુદ્દીન કોન્ટ્રાકટર, નગરપાલિકાના કાઉન્સિલર તહેઝીબ મુલ્લા, જાણીતા કવિ કે.કે રોહિત, ઇકબાલ પાતરાવાલા, ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન પ્રમુખ મોહંમદ ઇકબાલ હવાલદાર અને સેક્રેટરી ઈમ્તિયાજ પઠાણ તેમજ રાષ્ટ્ર ભક્ત લોકોએ ખાસ હાજરી આપી દેશ ભાવના બતાવી હતી.


Share

Related posts

માંગરોળ ખેડૂત સમાજ અને કોંગ્રેસ સમિતિ દ્વારા જમીન કાયદામાં જે સુધારો કર્યો છે એ રદ કરવાની માંગ સાથે માન્નીય શ્રી રાજ્ય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ : અકસ્માતની ઘટના તંત્રની બેદરકારીનાં કારણે બની હોય તેવું જણાવતા સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગામે વાડીમાંથી કેરીની ચોરી અટકાવતા જાનથી મારી નાંખવાની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!