Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જિલ્લા કક્ષાના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો.

Share

દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં ૭૬ માં સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. ભરૂચ જિલ્લામાં પણ આ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

આ અંગેનો કાર્યક્રમ સોમવારના રોજ સવારના ૯-૦૦ વાગ્યે જે એમ શાહ સાયન્સ કોલેજ, જંબુસર ખાતે યોજવામાં આવશે. આ પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે. ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે.

આજે અધિક નિવાસી કલેક્ટર જે ડી પટેલનાં માર્ગદર્શન હેઠળ આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ કોરોનાને અનુલક્ષીને લઇ સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર અનુસાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. આજે સવારે યોજાયેલ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ દળના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

સાઉથ આફ્રિકામાં વસતા ભરૂચ જિલ્લાના પરિવાર-મિત્રમંડળ દ્રારા કોવિડ હોસ્પિટલો માટે ૧૬.૨૧ લાખના ખર્ચે આધુનિક મશીનો દાન કરાયા

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાશે.

ProudOfGujarat

જામનગરમાં નવાનગર નેચર ક્લબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગ્રીન વોકનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!