Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૩ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ભરૂચ ખાતે યોજાયો.

Share

વનીકરણ વિભાગ, ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક, દુષ્યંતભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો.

સમારોહમાં સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક, ઉર્વશીબેન આઈ પ્રજાપતિ વતી સ્વાગત પ્રવચન કરાયું હતુ. જ્યાં ધનિષ્ઠ વૃક્ષારોપણને સાર્થક કરવા “ગ્રીન જિલ્લો ભરૂચના” અભિયાનને સાર્થક બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. તમામ મંચસ્ત મહાનુભવોને છોડ આપી અભિવાદન કરાયું હતું. વન મહોત્સવ અભિયાનના પ્રણેતા અને ભરૂચના પનોતા પુત્ર કનેયાલાલ મુન્શીને યાદ કર્યા હતાં.

આ સમારોહના અધ્યક્ષ દુષ્યંત પટેલે પ્રેરક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, કાર્બન ડાયોક્સાઈડને શોષણ કરે તેવા વૃક્ષો વાવવા જોઈએ. તદુપરાંત ભરૂચ જિલ્લાના મોટાંભાગનાં તાલુકાઓમાં ઔદ્યોગિક એકમ આવેલાં છે. ત્યારે આપણે ભરૂચ જિલ્લાને ૩૩ ટકા હરિયાળું બનાવવાં અગ્રેસીવ બની વધારેમાં વધારે પ્રયત્ન કરવા સાથે પર્યાવરણની જાળવણી કરવું જોઈએ. ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ મુન્સીએ આઝાદી બાદ પ્રથમવાર લોકસહકારથી વન મહોત્સવની ઉજવણી કરવાની શરુઆત કરી હતી. જેને આગળ ધપાવવા હાલ સાંસ્કૃતિક વનક્ષેત્ર નમો વડ વન બનાવવાની તૈયારી કરાઈ રહી છે. બિનપરંપરાગત વીજળી ઉત્પાદ માટે પણ આપણું ગુજરાત દેશમાં પ્રથમ છે ત્યારે ગુજરાત પાછલા બે વર્ષ ૬૯ ચોરસમીટર વનવિસ્તાર વધારવાના સફળ રહયા છીએ.

Advertisement

આ સમારોહ પ્રસંગે, ગોચરની જમીનમાં વૃક્ષોનું વાવેતર કરી ઉત્કૃત કામગીરી કરે તેવી ગ્રામ પંચાયતોને સરકારે પ્રોત્સાહન આપવા જિલ્લાની ચાર ગ્રામપંચાયતને મહાનુભવોના હસ્તે ચેક વિતરણ કર્યા હતાં. ઉપરાંત વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોઈ તેવા વન વિભાગના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અપાયા હતાં. અને વૃક્ષારોપણ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે, ભરૂચની અગ્રણી સંસ્થાઓને પ્રસસ્તી પત્ર અપાયા હતાં. જીલ્લાઅઘ્યક્ષ અલ્પા બેન પટેલ વન મહોત્સવ પ્રસંગે કહ્યું કે, પર્યાવરણ જાગૃતિ અંગે ગુજરાત સરકારે આંધળી દોટ નહી પણ કાઉન્ટર વિકાસ કર્યો છે. સરકારે અનેક યોજના થકી વનને ઘનિસ્ટ કરવાના પ્રયત્નો કર્યા છે.

૭૩ માં વન મહોત્સવની ઊજવણી કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લાઅધ્યક્ષ અલ્પાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત સભ્ય સંજયસિંહ, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, નાયબ નિવાસી કલેકટર જે. ડી પટેલ, નર્મદા સરોવર યોજનના કાર્યપાલક ઈજનેર બી.એસ પટેલ, નાયબ વન સંરક્ષક, ઉર્વશીબેન આઈ પ્રજાપતિ, વન સંરક્ષક સામાજિક વનીકરણ તેમજ વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તેમજ ભરૂચની અગ્રણી સંસ્થાઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર : પાર્થ પવારના પરિવારજનોને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા અંકલેશ્વર પોલીસે અટકાવ્યા.

ProudOfGujarat

હાંસોટ ખાતે NCT ની પાઈપમાં ભંગાણ પડવાથી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ખેતરમાં પ્રવેશતા કલેકટર સમક્ષ નુકસાન વળતર ચૂકવવાની માંગણી કરતું પ્રકૃતિ સુરક્ષા મંડળ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કમાં લિકેજ થતા અફરાતફરીનો માહોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!