Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા.

Share

હાલ હિન્દૂ સમાજમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શ્રાવણ માસના બીજા સોમવારે વિવિધ શિવાલયો ઉપર ભક્તોની ભાડે ભીડ દર્શનાથે અને પૂજન અર્ચન માટે જામતી હોય છે, શ્રાવણ માસના સોમવારે શિવ પૂજનનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શનાર્થે પણ દૂરદૂરથી ભાવિ ભક્તો આવી પહોંચતા હોય છે.

પવિત્ર શ્રાવણ માસમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી વિભાગના મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના પૂજન અર્ચન અને દર્શન કરી શિવજીની આરતી ઉતારી હતી. આ પ્રસંગે સ્તંભેશ્વર આશ્રમના શ્રી વિદ્યાનંદજી મહારાજે મંત્રી પરશોત્તમ રૂપાલાનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે સ્તંભેશ્વર મહાદેવના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વની જાણકારી આપી હતી. પવિત્ર શ્રાવણ માસમાં અતિ પૌરાણિક મહત્વ ધરાવતા સ્તંભેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરતા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જણાવી સ્તંભેશ્વર તીર્થના વિકાસથી પ્રભાવિત થયા હતા.

Advertisement

આ વેળાએ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, આગેવાન પદાધિકારીઓ, આશ્રમના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી શંકાસ્પદ બેગમાંથી ગાંજાનો જથ્થો મળ્યો

ProudOfGujarat

રાજપારડી નજીક ધોલી ગામ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરો ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચમાં સબ જેલ ખાતેનું રમત-ગમતનું મેદાન જનતાને ફાળવવા વડોદરા ની ટેનિસ પ્લેયર ની કલેકટર સમક્ષ માંગણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!