Proud of Gujarat
FeaturedGujaratINDIA

“આપ” નેતા ઈશુદાન ગઢવી અને સાગર રબારીની ઉપસ્થિતિમાં ભરૂચના વાગરા ખાતે આમ આદમી પાર્ટીની જાહેર સભા,રાજકીય નવા જુનીના એંધાણ.

Share

વર્ષ ૨૦૨૨ ના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે, જે અંગેની સત્તાવાર જાહેરાત ગમ્મે તે સમયે થઇ શકે તેમ છે, જેને લઇ હવે વિવિધ રાજકીય પક્ષો પણ એક્ટિવ મોડ પર જોવા મળી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં ક્યાંક સભાઓ તો ક્યાંક જનસંપર્ક અભિયાન સહિત ગ્રાઉન્ડ વર્કમાં કાર્યકરો જોતરાઈ ગયા છે.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ-કોંગ્રેસ સહિત આ વખતે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી ચૂંટણી મેદાનમાં ઉતરી પડી છે,આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેમજ વેપારી વર્ગ સહિતના લોકો વચ્ચે ઉપસ્થિત રહી આપ ની સત્તા આવશે તો કંઇ રીતે કામગીરી કરવામાં આવશે તેની માહિતી આપતા નજરે પડી રહ્યા છે, ભરૂચમાં પણ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી રોમાંચક જંગ તરફ જોવા મળી રહી છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ, આપ અને એ.આઈ.એમ આઈ.એમ વચ્ચે જંગ જામશે તો ઝઘડિયા સહિત બેઠકો જાળવી રાખવા બીટીપી પણ જોરશોર થી કામે લાગી ગયું છે, ભરૂચ જિલ્લાના વાગરા બેઠક પર પણ ચૂંટણી નો જંગ રોમાંચક સ્થિતિમાં આગામી દિવસોમાં જામતો નજરે પડી રહ્યો છે,જ્યાં ભાજપ,કોંગ્રેસ, આપ અને એમ.આઈ.એમ સહિતના ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ જામશે જેથી આ બેઠક ઉપર પણ હવે રાજકીય પક્ષો પોતાની પાર્ટીને મજબૂત કરવાના કામે લાગી ગઈ છે.

ભરૂચ જિલ્લાના વાગરા ખાતે ની ગંધાર ચોકડી વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી તેમજ સાગરભાઈ રબારીની ઉપસ્થિતિમાં આજે સાંજે ૪ કલાકે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે, માનવામાં આવી રહ્યું છે કે આ જાહેર સભામાં ભાજપ, કોંગ્રેસ સમર્થક કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાઈ શકે તેમ છે,જેમાં પણ કોંગ્રેસના એક સમય જ ગઢ ગણાતી વાગરા બેઠક પર કોંગ્રેસ ના જ જિલ્લા પ્રમુખના વિવાદના પગલે પણ કેટલાય આગેવાનોએ થોડા સમય પહેલા રાજીનામાં આપ્યા હતા જે બાદ તર તમામ હોદ્દેદારો આજે આપ નેતા ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં આપનો ખેસ ધારણ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

આમ આપ ની ભરૂચ જિલ્લામાં ઇસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં મજબૂત એન્ટ્રી અને રણનીતિ એ વાગરા બેઠકના રાજકીય સમીકરણો બદલી નાખ્યાં હોય તેમ કેટલાક રાજકીય પંડિતો માની રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વાગરા બેઠક પર જનતા કયા પક્ષના ઉમેદવારને ચુંટણીના જંગમાં સાથ આપશે, કે કયા ઉમેદવારોને નકરાશે તે તો આવનાર સમયે જ ખબર પડશે પરંતુ વર્તમાન સમયમાં વાગરા બેઠકનું રાજકારણ ગરમાયુ છે તે બાબત નકારી શકાય તેમ નથી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ : સિવિલ હોસ્પિટલ ખાતે ડી.સી.એમ શ્રીરામ કંપનીની મદદથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોવીડ દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો.

ProudOfGujarat

શહેરમાં પ્લાસ્ટીક ડ્રાઈવ :૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત

ProudOfGujarat

फातिमा सना शेख ने ट्रोलर्स को दिया करारा जवाब, कुछ फैंस ने इसे टी-शर्ट पर प्रिंट करने का दिया सुझाव!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!