Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કોલેજ રોડ પર ગાડી ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની નહિ.

Share

ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સતત બની રહી છે, જિલ્લાના વિવિધ સ્થળે રોજ અકસ્માતની એક ઘટના પ્રકાશમાં આવતી દેખાઈ રહી છે. ગત રાત્રીના સમયે પણ અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં ભરૂચનાં કોલેજ રોડ પર પાછળથી આવતી ગાડીએ આગળ ચાલતી ગાડીને ટક્કર મારતા ગાડી ડિવાઈડર પર ચઢી ગઇ હતી, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

અકસ્માતની ઘટના બાદ ડિવાઈડર વચ્ચે ફસાયેલ ગાડીના પગલે એક સમયે સ્થળ પર ટોળા જામતા ટ્રાફિકની સ્થિતિનું સર્જન થયું હતું. જોકે કારના ચાલકે ગાડીને ડિવાઇડર પરથી ખસેડવાની કવાયત હાથધરી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મંત્રી નિમિષાબેન સુથારે નાના ભુલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત મોન્જીનીઝ કેક શોપમાંથી ખરીદવામાં આવેલી બર્થ ડે કેક બગડેલી નીકળતા હોહા મચી હતી.

ProudOfGujarat

સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધામાં ખેડા જિલ્લાની દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!