આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ના અભિયાનને લોકો સુધી પહોચાડવા માટે તેમજ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવા ભરૂચ પોસ્ટલ વિભાગ વતી બાઈક રેલી યોજી હતી. આ બાઈક રેલી ભરૂચના મુખ્ય ડાક વિભાગની કચેરી, લાલ બજારથી ઝાડેશ્વર ચોકડી થઈ પાંચબત્તિ, રેલ્વે સ્ટેશન, કસક સર્કલ, મકકતમપુર, તુલસીધામ જેવા વિસ્તારોમાં બાઈક રેલી ફરી હતી. આ તિરંગા યાત્રાનું લોકો ઉમકળાભેર અભિવાદન કર્યુ હતું.
ભારતની આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે તિરંગાને ઘરે લાવવા અને તેને લહેરાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ધ્વજ સાથેનો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે, ત્યારે આઝાદીના 75 મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામુહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ બની જાય છે. આ અભિયાન પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.
પ્રીતિ અગ્રવાલ, માનનીય પોસ્ટ માસ્ટર જનરલ, દક્ષિણ ગુજરાત પ્રદેશ, વડોદરાના માર્ગદર્શન હેઠળ, ભરૂચ પોસ્ટલ વિભાગે ભરૂચ શહેર તેમજ જિલ્લાના તાલુકા કક્ષાએ પણ “બાઈક રેલીઓ” યોજીને ઝુંબેશને આગળ ધપાવી હતી. ભરૂચ પોસ્ટ ઓફિસના અધિક્ષક આર. બી ઠાકોરના નેતૃત્વમાં ભરૂચ પોસ્ટલ વિભાગના કર્મચારીઓએ ભરૂચમાં યોજાયેલી આ બાઇક રેલીમાં બાઇક પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ ભરૂચ પોસ્ટલ વિભાગે “બાઈક રેલી” યોજી.
Advertisement