ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લીમીટેડ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષિણાધિકારીની કચેરી ભરૂચ દ્વારા હોલી એન્જલ કોન્વેન્ટ સ્કુલ ખાતે મહિલા કલ્યાણ દિવસે “મહિલા જાગૃતિ શિબિર” યોજાઈ હતી.
આ વેળાએ કાર્યક્ર્મમાં રોજગાર અધિકારી મિનાક્ષીબેન રાવલ દ્વારા મહિલા સશક્તિકરણ, દિકરીઓને સારુ ભણતર તેમજ સરકારની રોજગારને લગતી યોજનાની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશભાઈ વસાવા દ્વારા કાયદાકીય તેમજ મહિલા અને બાળ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ ૧૮૧ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટૉપ સેન્ટર તેમજ બેટી બચાઓ બેટી પઢાવો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી.
મહિલા ક્લ્યાણ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ સ્પર્ધા જેમકે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તેમજ તેમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં કરવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મમાં મદદનીશ શિક્ષણ નિરિક્ષક ચંદ્રિકાબેન, મદદનીશ શિક્ષણ નિરીક્ષક ક્લ્પેશભાઈ પરમાર, હોલી એન્જલ કોન્વેન્ટ શાળાના આચાર્ય રેનવિદા તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ હાજર સહિત મોટી સંખ્યામાં બાળકીઓ હાજર રહેલી હતી.
ભરૂચ : નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા ક્લ્યાણ દિવસની ઉજવણી” કરાઇ.
Advertisement