આઈ.જી.પી અભયસિંહ ચુડાસમા સા. વડોદરા વિભાગ વડોદરા તેમજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી દારૂ-જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા માટે આપેલ સુચના ના આધારે અંકલેશ્વર ડીવીઝન ડી.વાય.એસ.પી લખધીરસિંહ ઝાલા નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ રાજપારડી પો.સ.ઈ જે.બી.જાદવ નાઓને તેઓની ટીમ સાથે રાજપારડી પો.સ્ટે ટાઉન વિસ્તાર માથી મેળવેલ માહીતી આધારે તા.૧૮/૮/૨૦૧૮ ના રોજ નીચે જણાવ્યા મુજબની કામગીરી કરવામાં આવેલ છે.
આરોપી (૧) દિનેશભાઈ અવલસિંહભાઈ રાવત રહે- રાજપારડી તા-ઝઘડીયા જી-ભરૂચ નાઓ પોતાની નેત્રંગ રોડ રાજપારડી ખાતે આવેલ અમી કન્ટ્રક્શન ઓફીસમાં બીજા નવ આરોપીઓને ભેગા કરી પત્તા પાનાનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૯૯૮૨૦/- તેમજ મોબાઈલ નંગ-૧૨ કિં.રૂ.૫૧૫૦૦/- તેમજ ટુ વ્હીલ મોસા.નંગ-૩ ની કિં.રૂ.૫૦,૦૦૦/- તેમજ ફોર વ્હીલ ગાડી નંગ-૪ ની કિં.રૂ.૨૩,૦૦,૦૦૦/- તેમજ જુગારના સાધનો સાથે મળી કુલ રૂ.૨૫,૦૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ જે તમામ આરોપીઓને અટક કરી જુગારધારા કલમ ૪,૫ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. સદર કામગીરી પો.સ.ઈ. જે.બી.જાદવ નાઓ સાથે હેકો.નિકુલભાઈ, પો.કો. શ્રવણભાઈ પો.કો.વિક્રમભાઈ પો.કો.દિલીપભાઈ પો.કો.દિનેશભાઈ પો.કો.તનવિર નાઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલ છે