ભરૂચ તાલુકાના શેરપુરા ગામની નવીનગરી-2 માં રહેતા મુસ્લિમ દિવાન જ્ઞાતિ સમૂહના બે પડોશી પરિવારો વચ્ચે આંગણામાં લોખંડના ભંગાર મૂકવા બાબત બોલાચાલી થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી સુધી વાત પહોંચી હતી બંને પડોશી કુટુંબો વચ્ચે થયેલા આ ઝઘડામાં મારક હથિયારો સાથે એકબીજા ઉપર હુમલાઓ કરવામાં આવ્યા હતા. બંને પરિવારોને નાની મોટી શારીરિક ઈજાઓ પહોંચતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શેરપૂરા ગામે નવીનગરી મારે હેઠા મુબારકશા અનવરશા દિવાનની ફરિયાદ હકીકત મુજબ તેઓની પડોશમાં રહેતા સાજીદ સલીમ દિવાન, મુનાફ સલીમ દિવાન તથા યાસ્મીન સાજીદ દિવાન દ્વારા ઘણા સમયથી ઘરના આંગણામાં મુકતા ભંગાર તેમજ ઘરના ચાલતા બાંધકામ બાબતે ગાળો બોલી ઝઘડાના બહાના શોધતા હતા દરમિયાન આજરોજ સવારના 8:30 વાગ્યાના અરસામાં મુબારકશા ઘરમાં હતા ત્યારે પાડોશી યાસ્મીન દિવાન આ ચોરીનો ભંગાર આંગણામાં કેમ મૂકી રાખો છો તેમ કહેતા ફરિયાદીના ભાઈ હસુ અનવર દીવાને આ માલ ચોરીનો નથી અને ભંગાર અમારા આંગણામાં છે તમને શું નડે છે તેમ કહેતા ફિરોઝાના પતિ ઉશ્કેરાઈ જઇ હાથમાં પાવડાના હાથાથી હુમલો કર્યો હતો. ફરિયાદ તેઓને વરાવા જતા તેઓને પણ માથામાં લાકડાનો સપાટો મારી દીધેલ. આમ ફરિયાદીને માથામાં ચામડી ફાટી જતા લોહી લુહાણ અવસ્થામાં 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર સામેવાળા માથાભારે ઈસમો હોય ગેરકાયદેસર મંડળી બનાવી અમારી ઉપર જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી ઉચ્ચારતા અમે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. બીજી ફરિયાદમાં ફિરોઝા સલીમ દીવાને પણ મુબારક અનવરસા દિવાન તેમના ભાઈ હસુસા તથા તેમના પિતા અનવરશા દિવાન ઉપર શારીરિક હુમલો કરવા બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.