Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શ્રવણ ચોકડી નજીકના એક શોપિંગ ખાતે પાર્ક કરેલ ઇલેક્ટ્રિક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ.

Share

સામાન્ય રીતે વાહનોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે. સી.એન.જી વાહનોમાં આગ લાગવાના અનેક બનાવો બનતા હોય છે. પેટ્રોલ, ડીઝલમાંથી મુક્તિ માટે હવે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલો તરફ વળી રહ્યા છે, તેવામાં હવે ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે.

ગતરાત્રીના સમયે ભરૂચ શહેરના શ્રવણ ચોકડી વિસ્તાર ખાતેના એક શોપિંગ કોમ્પલેક્ષના પાર્કિંગમાં પાર્ક કરેલ ઇલેક્ટ્રિક વ્હીકલ સ્કુટરમાં આચનક આગ ફાટી નીકળતા ઉપસ્થિત લોકોમાં એક સમયે નાસભાગ મચી હતી. ઘટના અંગેની જાણ ભરૂચ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગને ઓલવતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

માંગરોળ : વાંકલ મુખ્ય માર્ગ પર લાયસન્સ વિના બાઈક ચલાવતા 10 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસે દંડનીય કાર્યવાહી કરી

ProudOfGujarat

દહેજની જાનવી કેમિકલ કંપનીમાં કેમીકલની અંદર પડી જતા એક કામદારનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું.

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા દ્વારા ગેરકાદેસર દબાણો દુર કરાતા દબાણકારોમાં રોષ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!