Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં સ્ટેશન સર્કલ ખાતે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાયું.

Share

આવશયક ચીજ વસ્તુઓનો GST ના કારણે ભાવના વધારો થવાથી પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે, દેશના ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે આજરોજ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કોંગ્રેસના કાર્યકરો એ ઉપસ્થિત રહી રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે હાથમાં બેનરો પોસ્ટરો સહિત તેલના ડબ્બા લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સ્ટેશન સર્કલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિક્કી શોખી, યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી, ન.પા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, યુવા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ સહિત કોંગી હોદ્દેદારો અને કાર્યકરો તેમજ મહિલા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સામે મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

હાલોલ: ૨૪મીજૂને લીગલ સર્વિસીઝ કેમ્‍પ યોજાશે

ProudOfGujarat

બી.આર.સી.ભવન માંગરોળ માંડવી અને ઉમરપાડા તાલુકાનાં દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

જીવીકે ઇ.એમ.આર.આઈ 108 ઈમરજન્સી સેવાનાં ભરૂચ જિલ્લાનાં બે કર્મચારીઓનું શંકાસ્પદ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ફરી પાછા માનવજીવન બચાવવાની મોહિમમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!