ભરૂચ જિલ્લામાં દસ દિવસ માં દસામાની આરાધના બાદ આજે સમગ્ર રાત્રી દરમ્યાન જાગરળ કરી વહેલી સવારે માં દસામાને વિસર્જિત કરવા વિવિધ વિસ્તારોમાંથી શોભાયાત્રાઓ નિકળસે ત્યારે શહેરનાં મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓ ના ગાબડા પુરવા ભક્તો માંગ કરી રહ્યાં છે.
બનાવની મળતી માહીતી અનુસાર આજે સમગ્ર રાત્રી દરમ્યાન જાગરણ કરી વહેલી સવારે ૪ વાગ્યાના અરસામાં વિવિધ વિસ્તારોમાંથી દસામાની ભવ્ય શોભાયાત્રાઓ નિકળનાળી છે. ત્યારે વરસાદનાં કારણે મુખ્ય માર્ગો પર વરસાદના કારણે પડેલા ખાડા ના ગાબડા પુરવા ભરૂચ નગર પાલિકા જાગ્રુત થાય તેવી માંગ ઉઠી રહી છે.
Advertisement
જો કે માતાજીને નર્મદા મા વિસર્જીત કરવા માટે નર્મદા ઉપર કાદવ કિચડ નુ સામાજ્ય સહન ન કરવુ પડે તે માટે વહીવટી તંત્ર ભક્તોની સવલત માટે હંગામી ધોરણે નર્મદાના નીર સુધી લક્કડીયો પુલ બનાવી આપે તેવી લોક માંગ ઉઠી રહી છે.