Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં બિસ્માર રસ્તા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા.

Share

ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ બાદ જાણે કે રોડ રસ્તાની હાલત બિસ્માર બની છે, વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થતા રસ્તાઓ જાણે કે વરસાદી માહોલમાં ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના કારણે ધોવાઈ ગયા છે, એક જ રસ્તાને બનાવવા માટે પ્રજાના દર બે વર્ષે કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવતું હોવાની નીતિ અપનાવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

ગુજરાતનું માર્ગ અને મકાન વિભાગ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચના અનેક માર્ગો આજે બિસ્માર બન્યા છે, શહેરી વિસ્તારોમાં ૧૧ વોર્ડ જ્યાં નગર પાલીકાથી સચવાતા નથી તો જિલ્લા પંચાયતનું લશ્કર પણ ક્યાં લડતું હોય તેવી બાબતો હાલ ખરાબ માર્ગો બાદ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભરૂચ જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે, તો તંત્ર માત્ર ગાબડા પુરવામાં મશગુલ બન્યું છે.

Advertisement

આ વચ્ચે જિલ્લા યુવક કોંગ્રેસ હવે સક્રિય બન્યું છે. આજે ભરૂચ ખાતે બિસ્માર રસ્તા અંગે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને કાર્યપાલક ઇજનેરના પૂતળા ગદર્ભ ઉપર બેસાડી શહેરમાં ફેરવ્યા હતા. કોંગ્રેસના વિરોધને લઇ ૨૦ થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો.નં : 99252 22744


Share

Related posts

નડિયાદ : ડાકોર ઉમરેઠ રોડ પર સ્કૂલ વાનનું અકસ્માત થતા પાંચને ઈજા.

ProudOfGujarat

દ્વારકા : મુક્ત બજારમાંથી મળતા ડીઝલ પર સબસિડી ન અપાતા માછીમારોમાં રોષ, ઓખાબંદર પર 1200 જેટલી બોટ બંધ

ProudOfGujarat

વલસાડ-ગણપતિના ફાળામાં રૂપિયા ન આપતા 4 શખ્સોએ એક યુવકને માર માર્યો-ફાળા માટે 1 હજાર રુપિયાની માંગણી હતી-યુવકે 1 હજારની જગ્યાએ 251 રુપિયા આપવાનુ કહેતા ઉશ્કેરાઈને માર માર્યો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!