દેશભરમાં મોંઘવારી નામનું ગ્રહણ દૂર થવાનું નામ ન લેતું હોય તેમ પહેલા રાંધણગેસ પછી પેટ્રોલ, ડીઝલમાં સતત ભાવ વધારો અને હવે સીએનજી ગેસના ભાવ માં ૧.૯૯ પૈસા ન ભાવ વધારાના કારણે સીએનજી વાહન ધરાવતા રીક્ષા ચાલકો સહિતના લોકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે, આજે અદાણી કંપનીએ સીએનજી ના ભાવમાં રૂપિયા ૧.૯૯ પૈસાનો વધારો કરતા રાજ્યના વિવિધ સીએનજી પંપ સેન્ટરો પર ગેસનો ભાવ ૮૫ રૂપિયાને પાર પહોંચ્યો છે.
મહત્વની બાબત છે કે સીએનજી વાહન ધારકો અને રીક્ષા ચાલકોનું માનીએ તો છેલ્લા ૪ મહિનામાં જ ૧૦ રૂપિયા જેટલો ભાવ વધારો નોંધાઈ ચુક્યો છે, જેથી સીએનજી કાર ચલાવતા લોકોના બજેટ પર અસર પડી છે તો રીક્ષા ચાલકોને રીક્ષા ભાડું વધારવું કે શું કરવું તે ચોક્કસ દિશા નિર્દેશ મળી રહ્યા નથી, જેથી રીક્ષા એસોસિએશનો પણ આ ભાવ વધારાનો સખત વિરોધ નોંધાવી રહ્યા છે, આજે વધેલા ભાવ વધારાને લઇ ભરૂચના રીક્ષા ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લા ખાતે ચાલતા જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના પ્રમુખ આબીદ બેગ મિર્ઝા એ જણાવ્યું હતું કે સતત ભાવ વઘારો રીક્ષા ચાલકોને આર્થિક મુંજવણમાં મૂકી રહ્યો છે, ભરૂચમાં રોજીરોટી મેળવતા રીક્ષા ધારકો માંડ માંડ દિવસ દરમિયાન રીક્ષા હંકારી પોતાના દિવસનું ગુજરાન ચલાવી રહ્યા છે તેવામાં આ પ્રકારે સતત વધતા ભાવ વધારાનો અમે વિરોધ કરીએ છીએ અને ભાવ વધારો પાછો અથવા અંકુશમાં નહિ લેવામાં આવે તો રીક્ષા ચાલકો ધરણા ઉપર ઉપાડવાની તૈયારી દર્શાવી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744