Proud of Gujarat
FeaturedGujaratINDIA

સહકારી મંડળીઓની ચૂંટણીઓ કરવાની માંગ સાથે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલા આંદોલન પર ઉતર્યા..!!

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ગામ નજીક આવેલ શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાલિયા, ધી તાલુકા ખરીદ વેચાણ સંઘ, વાલિયા પ્રભાત સહકારી જીન, વાલિયા આ સહિતની સહકારી સંસ્થાઓમાં ચૂંટણીઓ કરાવવાની માંગ સાથે પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ માંગરોલા એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન આંદોલનની શરૂઆત કરી છે.

સંદીપ માંગરોલા એ આક્ષેપ કર્યા હતા કે અનેકવાર ચૂંટણીઓ કરાવવા લેખિત અને મૌખિક રજૂઆત કરી છે તેમ છતાં કોઇક ના ઈશારે ચૂંટણીઓ થતી નથી સાથે જ તેઓએ આક્ષેપ પણ કર્યા હતા કે સહકારી ક્ષેત્રને ગળે ટૂંપો આપવાનું બંધ કરો અને અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકશાન માટેનું સહાયની કાર્યવાહી કરો તેવી માંગ કરી હતી.

Advertisement

સમગ્ર બાબતોને લઈ સંદીપ માંગરોલા આજે સવારથી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અન્ન ત્યાગ સાથે ઉપવાસ ઉપર ઉતરવાના હતા જોકે એ પહેલાં જ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે તેઓની અટકાયત કરી પોલીસ મથકે લઇ જતા તેઓએ પોલીસ મથકના ગેટ પર જ પોતાના ધરણા શરૂ કર્યા હતા.

હારૂન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

પાલેજ નગરમાં મકરસંક્રાંતિ પર્વની તડામાર તૈયારીઓ શરૂ…

ProudOfGujarat

ગોધરા મેડીકલ એસોસીએશને સરકારની મેડીકલ ક્ષેત્રની વિરુધ્ધની નીતીઓ અંગે આવેદનત્ર આપ્યુ

ProudOfGujarat

ભરૂચ : જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત જિલ્લા કક્ષાના રોલ પ્લે, લોકનૃત્ય સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!