ત્રાલસા (તા. જી.ભરૂચ) ગામમાં વર્ગોનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 200 જેટલા બાળકો આ વર્ગોનો લાભ લેશે. આ કાર્યક્રમમાં એમ.એ. હનિયા (પ્રમુખ અસ્મિતા) તથા સમીરભાઈ પટેલ(મેનેજિંગ ટ્રસ્ટી), યશવંતભાઈ પટેલ (ટ્રસ્ટી) મનીષા ત્રિવેદી (આચાર્યા), સીઆરસી હારૂનભાઈ, ગુજરાતી શાળાના આચાર્ય ઉષાબેન તથા તેમના શિક્ષકગણ, જ્ઞાન વર્ગો શાળાના શિક્ષકગણ તથા બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રવીણભાઈ તથા અરુણાબેન પટેલ (સ્થાપક,અસ્મિતા વિકાસ કેન્દ્ર) તથા સ્વાતિબેન દેસાઈ (પ્રોફેસર, શિક્ષણનીતિ વિશેષજ્ઞ USA) તથા પ્રિયમબેન પટેલ (USA) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકા સ્થિત સ્વાતિબેન દેસાઈ દ્વારા સ્વખર્ચે આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. તેઓએ તેમના માતા-પિતા પુજ્ય સુરેશભાઈ ગોકુલદાસ શાહ તથા માતા વીણાબેન શાહની સ્મૃતિમાં આ પ્રોજેક્ટ શરૂ કરેલ છે.
તેઓએ આ જ્ઞાન વર્ગોનો હેતુ અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતુ. આ નિશુલ્ક સેવાનો તમામ વાલીઓ સારી રીતે લાભ લેવા અને પોતાના બાળકોને નિયમિતતાથી આ વર્ગોમાં મોકલે તેવી અપીલ કરી હતી. બાળકોને પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ તેમજ જરુરી સ્ટેશનરીનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના ત્રાલસા ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક “ગુરુકુલમ જ્ઞાન વર્ગો” શરૂ કરાયા.
Advertisement