અહમદભાઈ પટેલે શોક સંદેશમાં જણાવ્યું છે કે બે ટર્મ સુધી ભરૂચનાં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીને જનતાનાં અવાજને તેમણે વાચા આપી અનેક લોકહિતના કાર્યો કર્યા હતાં. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી હતી. માત્ર રાજકીય ક્ષેત્રમાં જ નહિ પરંતુ ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલનાં પ્રમુખ તરીકે તેમણે આરોગ્ય ક્ષેત્રે અને શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી સ્વાસ્થય અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સમાજ પરત્વેનું પોતાનું ઋણ અદા કર્યું છે અલ્લાહ તેઓને જન્ન્ત નસીબ કરે એવી લાગણી સાથે અહમદભાઈએ જણાવ્યું છે કે તેઓના નિધનથી જિલ્લાએ એક સક્ષમ નેતા ઉપરાંત ઉમદા-વ્યક્તિને ગુમાવ્યા છે જેમની ખોટ સદાયે વર્તાતી રહેશે અને તેમના પરિવારજનો સાથે ટેલીફોનિક વાતચીત કરી સાંત્વના આપી હતી.
Advertisement