Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બદર પાર્ક અને નશેમન પાર્કનો રસ્તો ચાલુ કરવાની માંગ સાથે સ્થાનિકો પાલિકા ખાતે ઢસી આવ્યા.

Share

ભરૂચ શહેરના જે.બી મોદી પાર્કથી બદર પાર્ક અને નશેમન પાર્કને જોડતા માર્ગને નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ કાંસની સફાઈ અર્થે ખોડી કાઢી રસ્તો અવરજવર માટે બંધ કરી દેતા સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો, સ્થાનિકોનું જણાવવું હતું કે વર્ષોથી આ વિસ્તારના લોકો સહિતના લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા તેમ છતાં પાલિકા દ્વારા રસ્તો બંધ કરી દઈ લોકો માટે હાલાકી ઉભી કરી છે.

સ્થાનિકોનું જણાવવું છે કે આ રસ્તાને બંધ કરવામાં આવતા ત્યાંથી અવરજવર કરતા હજારો લોકોને કિલોમીટરો ફરીને જવાની નોબત આવી છે, જે રસ્તો ફરીથી પાલિકા વિભાગ કાર્યરત કરે તેવી માંગ સાથે આજે સામાજીક કાર્યકર અબ્દુલ કામથીની આગેવાનીમાં સ્થાનિકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ પાલિકા સભા ખંડમાં ચાલતી બોર્ડ મિટિંગ સમયે સભા ખંડ બહાર ઢસી આવી ભારે હોબાળો કર્યો હતો અને રસ્તો વહેલી તકે પાલિકા ફરીથી ચાલુ કરે તેવી માંગ ઉચ્ચારી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ભાજપ પ્રમુખની વરણી મુદ્દે હાલ કાર્યકર્તાઓમાં જૂથવાદ વકર્યો.

ProudOfGujarat

ભાવનગરમાં પોસ્ટ મેનની અછતથી લોકોને ભારે હાલાકી

ProudOfGujarat

વ્રુક્ષારોપણ કરનારા વ્રુક્ષો રોપી પલાયન થતા વ્રુક્ષો તેમની રાહ જુએ છે જાણો કેવી રીતે???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!