ભરૂચ ડી.આઈ.એલ.આર કચેરી ખાતે પ્રજાના કામોના નિકાલ થતાં નથી અને હજારો અરજીઓ પેન્ડિંગ હોવા છતાં સ્ટાફ કામગીરી કરતો નથી અને સરકારી નાણાં પગાર સ્વરૂપે ઉચાપત થતી હોય તેવા ગંભીર આક્ષેપો કરતી રજૂઆત એક જાગૃત નાગરિક દ્વારા રાજ્યના મુખ્ય મંત્રી અને મહેસૂલ મંત્રી સહિત જિલ્લા વહીવટી તંત્રને કરવામાં આવી છે.
વધુમાં અરજીમાં ભરૂચમાં મોટાભાગે ઇ.ચા. ડી.આઈ.એલ.આર ની નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત સાથે સિનિયર સર્વેયર કીર્તન ગોહિલ અને ડી.આઈ.એલ.આર અરજદારોને ધક્કા ખવડાવી નિયત સમય મર્યાદામાં કામોનો નિકાલ કરતાં નથી તેવી રજૂઆત કરવામાં આવી છે. તો શું આ અંગે ભરૂચ કલેકટર અને રાજ્ય સરકાર કાર્યવાહી કરશે? આવ કર્મચારીઓ સામે પગલાં ભરી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવશે કે કેમ તે જોવું રહ્યું.
Advertisement