નવસારી જિલ્લાના એંધલ ગામના નરેશભાઈ આહિર છેલ્લા દસ વર્ષથી સૌરાષ્ટ્ર સાયકલ પ્રવાસ કરે છે જેવો સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોના દર્શન કરી પ્રાર્થના કરી સમાજ માટે સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે સમાજના લોકો વ્યસનમુક્તિ રહે સમાજના દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સિદ્ધ પ્રાપ્ત કરે એ હેતુથી નરેશભાઈ આહિર છેલ્લા દસ વર્ષથી સાયકલ પ્રવાસે સૌરાષ્ટ્ર નીકળતા હોય છે. જેઓ સૌરાષ્ટ્રના અનેક મંદિરોના દર્શન કરી માતાજી ભગવાનને પ્રાર્થના કરતા હોય છે જેઓનો આજે સાયકલ પ્રવાસ ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે આવી પહોંચ્યા હતા અને તેઓએ ગઇકાલે સાંજે પાંચ દેવી મંદિરે માતાજીની આરતીમાં લ્હાવો લીધો હતો. માતાજીની આરતી, ભજન કીર્તન કરી તેઓએ તેઓનો સાયકલ પ્રવાસ આગળ વધાર્યો હતો. જેઓ છેલ્લા દસ વર્ષથી સાયકલ પ્રવાસે નીકળે છે જેઓ દર વર્ષે પ્રથમ ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરના દર્શન કરી ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રના અનેક મંદિરો ચોટીલા, વીરપુર, સારંગપુર, ખોડલધામ, દ્વારકા, સોમનાથ સહિત વિવિધ સૌરાષ્ટ્રના મંદિરોએ સાયકલ પ્રવાસ કરી તેઓ પરત એંધલ પહોંચતા હોય છે. આ સાયકલ પ્રવાસ દ્વારા તેઓનો હેતુ એ જ છે કે દરેક વ્યક્તિ ભગવાન અને માતાજી પર શ્રદ્ધા અને ભરોસો વિશ્વાસ રાખે તો તેઓનું દરેક કાર્યસિદ્ધ થાય જ છે પૂર્ણ થાય છે બસ માતાજી અને ભગવાન પર આસ્થા અને વિશ્વાસ રાખવો જોઈએ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય જ છે.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે પહોંચતા આહીર સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને જેઓ પ્રથમ રાત્રી રોકાણ ઝાડેશ્વર ખાતે આવેલ રામવાટીકા સોસાયટીમાં આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહીરના ત્યાં કર્યું હતું અને બીજા દિવસે ગુરુવારે વહેલી સવારે તેઓનો સાયકલ પ્રવાસ આગળ વધાર્યો હતો.