ભરૂચ નગરપાલિકા ખાતે છેલ્લા કેટલાક દિવસોથી વીજળી ડુલ થવાની સતત ઘટનાઓ બની રહી છે, કલાકો સુધી વીજળી ડુલ થવાના કારણે જે તે વિભાગમાં કામ અર્થે પહોંચતા અરજદારોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે, પાલિકાનાં કોમ્પ્યુટર વિજળી ન મળવાના કારણે અવારનવાર બંધ થઇ જતા હોય છે જેને લઇ ત્યાં આવતા અરજદારોને કલાકો પાલિકામાં જ વિતાવવાની નોબત આવતી હોય છે અને ક્યારે લાઈટ આવે અને તેઓનું કામ પૂર્ણ થાય તેવી આશ લગાવી જ બેસી રહેતા હોય છે.
મહત્વની બાબત છે કે સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર ભરૂચ નગરપાલિકા ખાતે ઇન્ટરનલ વાયરિંગ હોવાના કારણે અને તે વાયરિંગમાં અવારનવાર ખામી સર્જાતી હોવાના કારણે પણ કેટલીકવાર વીજળી ડુલ થવાની બાબતો પણ બનતી હોય છે તેવામાં પાલિકા ખાતેની આ સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવા માટે સત્તાધીશો એ મંથન કરવાની જેવી બાબત છે, જેથી પાલિકા ખાતે આવતા અરજદારોને તેઓના કામ વહેલી તકે પૂર્ણ થાય અને તેઓને કલાકો સુધી વિજળી ડુલની સમસ્યાઓનો સામનો પણ ન કરવો પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744