જી.સી.ઇ.આર.ટી. ના માર્ગદર્શન દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ મુકામે ડાયટ પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટના માર્ગદર્શન હેઠળ ધોરણ-1 ની તમામ સરકાર હસ્તકની શાળાના શિક્ષકોને વિદ્યા પ્રવેશ સંદર્ભે શાળા તત્પરતાની પ્રવૃત્તિમય તાલીમ આપવા માટે 60 જેટલા માસ્ટર ટ્રેનર શિક્ષકો તૈયાર કરવામાં આવ્યા.
તાલીમમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પસંદગી પામેલ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કે જેઓ તારીખ 1.8.2022 થી 2.8.2022 દરમિયાન તાલુકા કક્ષાની તાલીમમાં તજજ્ઞ તરીકે ભૂમિકા ભજવનાર છે. તેઓને મોડ્યુલ સાથેની તમામ સાહિત્ય-સામગ્રી પુરી પાડવામાં આવી હતી. તાલીમમાં તજજ્ઞ તરીકે ડાયટ ભરૂચના લેક્ચરર ડો. જતીન એચ. મોદી, નેત્રંગ તાલુકાના બી.આર.સી. કોઓર્ડીનેટર હિરેન પટેલ અને વાગરા તાલુકાના બ્લોક રીસોર્સ પર્સન રાજેશ પરમારે મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ જિલ્લાકક્ષાની તાલીમનું આયોજન, સંચાલન અને સંકલન ડાયટ ભરૂચના લેક્ચરર ડોક્ટર એમ.આર. માવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
ભરૂચ શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ધો.1 ના શિક્ષકોને વિદ્યાપ્રવેશ સંદર્ભે તાલીમ આપવા 60 જેટલા તજજ્ઞ શિક્ષકો તૈયાર કરાયા.
Advertisement