::-છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ઝાડેશ્વર કીર્તિસ્તંભ વડોદરા મેટ્રો લિંકસર્વિસ ચાલુ કરવામાં આવેલ છે આ મેટ્રોલિંક સર્વિસના ખાનગી કોન્ટ્રાકટરો તથા આરટીઓ અધિકારીઓના મેળાપીપણામાં ટેક્સી ડ્રાઈવરોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે.. તેમજ દંડનાત્મક કાર્યવાહી કરી ત્રાસ ગુજારવામાં આવે છે. ભરૂચ શહેર થી એસટી નિગમ દ્વારા વડોદરા કીર્તિસ્તંભ સુધીનો બસ શરૂ કરવામાં આવી છે જે માત્ર નોમિનલ ખર્ચ થી મુસાફરોને અંકલેશ્વર , ભરૂચ થી વડોદરા ના કીર્તિસ્તંભ સુધી લઈ જવા માટે કરવામાં આવી છે ..જેથી સ્થાનિક ટેક્સી ડ્રાઈવરોને પોતાની રોજીરોટી મેળવવા માટે મુસાફરો ન મળતા અને એમની ગાડીઓ ની અંદર પેસેન્જર ન આવતા તેમના રોજીરોટીનું મેળવાનો સોવથી મોટો પ્રસન્ન ઉદ્ધવા પામ્યો છે ..
ત્યારે મેટ્રોલિંક સર્વિસના ઇજારદારો દ્વારા તથા આરટીઓના ચેકિંગ સ્ટાફને સાથે રાખી ટેક્સી ચાલકોને પરેશાન કરવામાં આવે છે અને પોલીસ કેસ કરી મનસ્વી રીતે કાર્યવાહી કરવામાં આવે છે જેથી મેટ્રોલિંક સર્વિસના ઇજારદારો આરટીઓ ચેકિંગ સ્ટાફના ઓથા હેઠળ નાણાકીય લાભ લેવા માટે કારસો ઘડી કાઢયો છે તેવો આક્ષેપ સાથે આજે ડ્રાઇવર સેવા ટ્રસ્ટ દ્વારા શક્તિના થી રેલી સ્વરૂપે કલેકટર ઓફિસ આવી એક આવેદનપત્ર પાઠવી પોતાની રોજીરોટીની સલામતી માટેની રજૂઆત કરી હતી….
ભરૂચ ડ્રાઇવર સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ મેટ્રો lene સર્વિસના કોન્ટ્રાક્ટરો તથા વડોદરા આરટીઓ ચેકિંગ સ્ટાફની હેરાનગતિ બંધ કરવા ભરૂચ જિલ્લાના સ્થાનિક ટેક્સી ડ્રાઇવરો દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું…
Advertisement