Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં કુકરવાડા ગામ ખાતેથી દેશી દારૂ બનાવવાનો વોશ શોધી કાઢતી રૂરલ પોલીસ.

Share

સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડના પગલે પોલીસ સતર્ક થઈ ગઈ છે. ગુજરાતનાં ધંધુકા, બોટાદ, બરવાળા પંથકમાં કેમિકલવાળા દારૂ પીવાના અંદાજે 55 જેટલા ઇસમોના મોત નીપજેલ છે. તેમજ 150 થી વધુ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ સામે લઠ્ઠાકાંડ સર્જાતા પોલીસ તંત્ર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે જેના પગલે પોલીસ તંત્ર એલર્ટ થઈ બુટલેગરોને તથા દારૂ બનાવટમાં વપરાતા મટિરિયલ્સને શોધી તેઓની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

ભરૂચ તાલુકા પો.સ્ટેશન દ્વારા તાલુકાનાં કુકરવાડા ગામે દારૂ બનાવવા માટે વપરાતા ગોળના વોશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે. કુકરવાડા ગામે રેડ કરતાં દારૂ ગાળતા ઇસમોના ઘરે તેમજ દારૂ ગાળવાના સ્થળે તાલુકા પોલીસે રેડ કરી હતી જેમાં કુકરવાડા ગામે રહેતી મંજુબેન પ્રભુભાઈ વસાવા, તથા હંસાબેન ચંદુ વસાવા બંને રહે. કુકરવાડાની અટક કરી ગોળના કુલ ડબ્બા-19 નંગ, વોશ 285 લિટર રૂ.570 તથા બિનવારસી ડબ્બા નંગ 60 વોશ લિટર 900 કિં.1800 ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અનવર મન્સૂરી

Advertisement

Share

Related posts

ફોર્ડ ઇક્કોસ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો લાવતા 2 ઇસમોની વડોદરા PCB એ કરી અટકાયત

ProudOfGujarat

જીવન જરૂરી ચીજવસ્તુઓનાં ભાવ આસમાને જતાં આમ આદમી પરેશાન….જાણો વધુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં બાળલગ્ન અટકાવવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકનુ અનોખું નવતર અભિયાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!