રાજ્યમાં 39 લોકોના મોતનું કારણ બનેલા કથિત લઠ્ઠાકાંડની ઘટના વચ્ચે ભરૂચ એસપીએ બદી ઉપર નિયંત્રણ મેળવવા જનસંપર્ક કર્યો છે, ભરૂચ એસ.પી ડો. લીના પાટીલે જંબુસર ખાતે લોક દરબાર યોજી લોકોને કહ્યું હતું કે તમારા વિસ્તારની દારૂ – જુગારની બદીની માહિતી સીધા એ.એસ.પી અથવા એસ.પી ને આપો સાથે જ તેઓએ જણાવ્યું હતું કે કોઈના પણ ડરથી ચૂપ ન બેસી રહી દારૂ જુગારની માહિતી આપો ત્વરિત પગલાં ભરાશે તેમ જણાવી લોક દરબાર થકી લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.
મહત્વની બાબત છે કે ભરૂચ પોલીસ વડા તરીકેનો હવાલો ડો.લીના પાટીલે સંભાળ્યા બાદ શરૂઆતથી જ બુટલેગરો અને જુગારી તત્વો સામે સતત લાલઆંખ કરી છે. જિલ્લામાં અનેક સ્થળે પોલીસ વિભાગે દરોડા પાડી લાખોના મુદ્દામાલ સાથે જુગારીઓ તેમજ કરોડોનો શરાબ અત્યાર સુધી ઝડપી પાડયો છે, તેવામાં બોટાડ ખાતે સર્જાયેલ ઝેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુની ઘટનાઓ બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ વિભાગ સતર્ક થયું છે, અને લોકો સાથે સીધા સંવાદ કરી અધિકારીઓ માહિતી મેળવવા માટે તથા લોકો એ આપવા માટે અનુરોધ કર્યા છે.
એસ.પી ડો લીના પાટીલની બુટલેગરો અને બે નંબરી તત્વો સામે કડક પણે રહેલી સતર્કતા અને લોકો વચ્ચે જઇ લોકોને આવા તત્વોની માહિતી માંગી ત્વરિત કાર્યવાહી કરવાના આશ્વશને લોકો પણ બિરદાવી રહ્યા છે, સાથે જ તેઓની કામગીરીની પણ પ્રશંશા કરી રહ્યા છે. એસ.પી ના નિવેદન બાદ હવે બે નંબરી તત્વો એ તો સીધા રસ્તે આવવું જ પડશે નહિ તો એસ.પી લીના પાટીલની ચાતક નજરમાં આવ્યા તો જેલના સળિયા ગણવાનો વારો આવશે તેવી ચર્ચાઓ પણ હાલ લોકો વચ્ચે જામી છે.
હારુન પટેલ : ભરૂચ
મો.: 99252 22744