Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દ્રોપદી મુર્મૂ રાષ્ટ્રપતિ પદે જીત મેળવતા વિજય રેલી યોજાઇ.

Share

દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ૧૫ મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવીને ખૂબ જ મોટા અંતરથી વિજય મેળવ્યો છે. દ્રૌપદી મુર્મુએ ૬૪ ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચ્યો છે. અનુસૂચિત જાતિ દ્વારા આજરોજ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ફટાકડા ફોડી એકબીજાનું મોઢું કરાવી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વિજય રેલી પાંચબત્તીથી નીકળી સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી રેલીની સમાપન કરવામાં આવ્યુ હતું.

આ વિજય રેલીમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના સભ્ય ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દક્ષાબેન પટેલ, પ્રકાશભાઈ મોદી, રાજેન્દ્રભાઈ સુતરીયા, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વિરમગામ રાજમાર્ગો ભગવાન જગન્નાથ ની 36 મી ભવ્ય રથયાત્રા યોજાઇ ,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની ઉમટી…

ProudOfGujarat

વડોદરા : કરજણના બોડકા ગામે તસ્કરોએ મકાનને નિશાન બનાવી હજારોની મતાની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નાના સાજા ગામ પાસે ડીસીએમ કંપનીના ટ્રેલર ટ્રકની કેબીન માં આગ લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!