Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, નર્મદા જિલ્લામાં વધતો જતો સંભવત પુરનો ખતરો, બંને જિલ્લાના ૫ ડેમ હાઇ એલર્ટ પર મુકાયા.

Share

ગુજરાતમાં તો હાલ ભારે વરસાદ નથી વરસી રહ્યો પણ ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વર્ષાથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકધારી આગળ વધી રહી છે. બીજી તરફ ભરૂચ અને નર્મદા જિલ્લાના હાઈ એલર્ટ 5 પૈકી 3 ડેમ છલકાઈ રહ્યા છે. જ્યારે 2 ઓવરફ્લો થવાની કગારે આવીને ઊભા છે.

ચોમાસાની મોસમમાં આ વખતે ભરૂચ જિલ્લાના મધ્યમ સિંચાઇના આવેલા ત્રણે ડેમ પૈકી એક છલકાઈ ઉઠ્યો છે જ્યારે 2 ડેમ તૈયારીમાં છે. પિંગુટ ઓવરફ્લો થયો છે. ત્યારે બલદેવા અનવ ધોલી ગમે ત્યારે છલકાઈ શકે છે. ત્રણેય ડેમમાં બારા નથી તેથી છલતી (સૂપડા)માંથી વધુ વરસાદમાં ઓવરફલો થઇ પાણી વહી જાય છે.

Advertisement

મધુવંતી નદી ઉપર આવેલો ધોલી ડેમ હાલ છલકાતા 478 ક્યુસેક પાણી નદીમાં ઠાલવી રહ્યો છે. જેને લઈ 10 ગામો એલર્ટ છે. નેત્રંગ તાલુકામાં પિગુટ ગામ પાસે આવેલ પિગુટ ડેમ 91.01 % હાઈએલર્ટ સ્ટેજે ભરાઇ ગયો છે. પાણીની આવક વધતા 100 % ઉપર જતાં ઓવારફ્લો થવાની શકયતા છે. ડેમની હેઠવાસનાં ગામો પૈકી નેત્રંગ તાલુકાના મૌઝા, કામલીયા, ચીખલી, ગુંદીયા તથા વાલિયા તાલુકાના રાજપુરા, જાબુગામ, વાંદરીયા, યોરઆંબલા, ઉમરગામ, સોડગામ, સિનાડા, નવાપુરા, ડહેલી વગેરે ગામનાં લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા તથા સાવચેત રહેવા સૂચના અપાઈ છે. બલદેવા ડેમ પણ હાઈ એલર્ટ વચ્ચે ઓવરફ્લો થવાથી 12 સેમી દૂર છે.

બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી નર્મદા જિલ્લાના કાકડી આંબા અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. જ્યારે કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા વીજ ઉત્પાદન વતી નદીમાં પાણી ઠલવાઇ રહ્યું છે. નીચાણવાસ ભરૂચ અને નર્મદામાં વરસાદના કારણે આવી સ્થિતિ છે ત્યારે ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસી રહેલો વરસાદ પણ ડાઉન સ્ટ્રિમમાં સંભવિત પુરનું જોખમ ઉભું કરી શકે તેમ છે. હાલ મધ્યપ્રદેશના 8 જિલ્લામાં એલર્ટ જારી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં મદયપ્રદેશના તવા સહિતના દરવાજા ખોલી નાખવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક થતા સપાટીમાં 10 થી 12 સેમીનો એકધારો વધારો થઈ રહ્યો છે.હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ જો ભારે વરસાદ વરસે તો પુરનું સંભવત સંકટ ઉભું થઈ શકે છે.


Share

Related posts

ભરૂચ : શ્રમિકોએ વતન વાપસી કરતા ઔધોગિક વિસ્તારમાં શ્રમિક કોલોનીઓ અને વસવાટ કરતા ઝુંપડાઓ સુમસામ બન્યા.

ProudOfGujarat

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના, બારગઢમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ProudOfGujarat

વડોદરા : વલણ ખાતે કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મસ્જિદોની સફાઇ કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!