જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા તાલીમ ભવન ભરૂચ ખાતે ડાયટના પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટના માર્ગદર્શન હેઠળ અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકાસ સંબંધિત બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ તબક્કો આમોદ, અંકલેશ્વર, વાગરા અને બીજો તબક્કો હાંસોટ, નેત્રંગ, જંબુસર તાલુકાના શિક્ષકોએ તાલીમ લીધેલ હતી. આ બંને તબક્કામાં કુલ ૧૩૫ જેટલા શિક્ષકો અંગ્રેજી ભાષા કૌશલ્યની તાલીમથી માહિતગાર થયા. જેમાં વિધાર્થીઓ અંગ્રેજી ભાષા તરફ અભિમુખ થાય, શબ્દ ભંડોળ વધે તેમજ વાતચીતમાં સરળ રીતે અંગ્રેજી બોલતા થાય તે માટે ઓડિયો વિડીયો અને મોડ્યુલ સહીતની સાધન સામગ્રી પૂરી પાડવામાં આવી હતી અને જૂથ પાડી વિષયને અનુરૂપ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. લેકચરર ડૉ.એમ.આર.માવાણી દ્વારા વર્ગ સંચાલન ઉત્તમ રીતે કરવામાં આવ્યું હતું અને ડાયટના લેકચરર દિનેશભાઈ ભાભોર દ્વારા વર્ગમાં સુંદર રજૂઆત કરી પ્રેરક વાતો કરવામાં આવી હતી.અંતે ડાયટ લેકચરર જે.સી.વાંસદિયાભાઈ એ પણ તાલીમાર્થી શિક્ષકમિત્રોને તાલીમ અંગે માહિતી આપી હતી.
ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ધોરણ ૩ થી ૫ ના શિક્ષકો માટે અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકાસ તાલીમ યોજાઈ.
Advertisement