Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં વડદલા પાસે બેકાબુ ટ્રેલરે ૨૦ થી વધુ વાહનોને કચડયા.

Share

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે પર વડદલાથી પાલેજ માર્ગ અકસ્માત ઝોન બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, છેલ્લા કેટલાય દિવસોમાં અનેક અકસ્માતની ઘટનાઓ આ માર્ગ ઉપર બનતી દેખાઈ રહી છે જેમાં અનેક લોકોએ અત્યાર સુધી જીવ ગુમાવ્યા છે તો કેટલાય લોકો ઇજાગ્રસ્ત થઇ સારવાર લેવા મજબુર બન્યા છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટનાએ લોકોના જીવ ટાળવે ચોંટાડી દઈ ભારે નાસભાગ જેવા દ્રશ્યોનું નિર્માણ કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના વડદલા નજીક એક ખાનગી શો રૂમમાં એક મહાકાય ટ્રક માટેલા સાંઢની જેમ ઘુસી આવી હતી. શો રૂમના પાર્કિંગમાં 20 થી વધુ વાહનોને નુકસાન થવા પામ્યું છે. સદર મહાકાય ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં માટેલા સાંઢની જેમ અચાનક ટ્રક ધસી આવતા એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો કઈક સમજે તે પહેલા ટ્રક શો રૂમના કંપાઉન્ડમાં ધસી આવી હતી અને લોકોના નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. સદર બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો. ટ્રકના ડ્રાઇવરે આ ઘટના કેમ ઘટી, કઈ રીતે ઘટી તે અંગેની કોઈ સત્તાવાર માહિતી સાંપડી નથી. શો રૂમના માલિકે આ સંદર્ભે તપાસ આરંભી પોલીસ કાર્યવાહીની તજવીજ હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરતા ધરતીપુત્રોમાં હરખની હેલી દોડી જવા પામી.

ProudOfGujarat

ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન માટે બનાવેલ તળાવમાં ન્હાવા પડેલા નાના બાળકોનો ભોગ લેવાય તેવી સ્થિતિ : આમઆદમી પાર્ટી દ્વારા પાલિકા તંત્રને રજુઆત.

ProudOfGujarat

અંકલેશ્વર – ભરૂચ એલસીબીએ વિદેશી દારૂની બોટલો સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!