Proud of Gujarat
FeaturedGujaratINDIA

આફ્રિકાના ઝામ્બિયા પાસે કાબ્વે ટાઉનમાં નિગ્રો લૂંટારુઓના ફાયરિંગમાં ભરૂચના વતની યુવકનું મોત.

Share

બનાવ અંગેની સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ ભરૂચ જિલ્લાના વતની અને હાલ આફ્રિકાના ઝામ્બિયા ખાતે કાબ્વે ટાઉનમાં છેલ્લા ઘણા સમયથી સ્થાઈ થયેલા અને મૂળ ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામના વતની એવા ઇમરાન ઈબ્રાહીમભાઈ કરકારીયાના મકાનમાં ચોરીના ઇરાદે ઘુસેલ નિગ્રો લૂંટારુઓએ બે ભાઈઓ ઉપર ફાયરિંગ કરતા ઈમરાન ભાઈ નામક યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમજ અન્ય એક યુવાન ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવા મળ્યું છે.

નિગ્રો લૂંટારુઓના ફાયરિંગમાં ભરૂચના ટંકારીયા ગામના વતની યુવકનું મોત નિપજતા તેઓના સ્વદેશમાં વસતા તેઓના પરિવાજનોમમાં શોકનો માહોલ છવાયો છે, મહત્વની બાબત છે કે વિદેશમાં રોજીરોટી અર્થે સ્થાઈ થતા યુવાનો ઉપર ભૂતકાળમાં પણ નિગ્રો લૂંટારુઓનો આતંક જોવા મળ્યો હતો. ભૂતકાળમાં પણ લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓએ ભરૂચ જિલ્લા સહિત રાજ્યના અનેક યુવાનોના જીવ લીધા હતા જે બાદ આફ્રિકન એમ.બે.સી માં જિલ્લાના આગેવાનો દ્વારા આફ્રિકામાં વસતા ભારતીયોની સુરક્ષા અંગેની રજૂઆત પણ કરવામાં આવી ચૂકી છે તેમ છતાં વધુ એક ભરૂચ જિલ્લાના વતની યુવકે નિગ્રો લૂંટારુઓના આતંકનો ભોગ બન્યો છે.

Advertisement

આફ્રિકા ખાતેના સ્થાનિક સૂત્રોનું માનવામાં આવે તો હાલમાં ઘટના બાદ મૃતક ઇમરાનના નજીકના લોકો તેઓના ઘર તરફ જવા રવાના થયા છે સાથે જ ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસ વિભાગને પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હારુન પટેલ : ભરુચ
99252 22744


Share

Related posts

વાંકલ માં ડ્રોન કેમેરા ની મદદ થી પોલીસે જાહેર નામા નો ભંગ કરનાર બે ઈસમો ને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી ચોરીના મોબાઈલ ફોન સાથે રીઢા ચોર ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

વડોદરા : કરજણ ટોલનાકા પરથી વિદેશી દારૂના કુલ 6,96,200 જથ્થા સાથે બે ઈસમની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!