નશો નશાનું મૂળ છે, ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ ના થાય તે હેતુ ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર સક્રિય થઈ કામગીરી કરી રહી છે. ભરૂચ એસ.ઓ.જી પોલીસને બાતમીદારથી બાતમી મળેલ કે એક વ્યક્તિ ગાંજાના જથ્થા સાથે પસાર થવાનો છે જેના અનુસંધાને પોલીસ નર્મદા ચોકડી ઉપર વોચમાં હતી દરમિયાન હકીકત વર્ણનવાળી વ્યક્તિ પોતાની ટોયોટો કોરોલા ગાડી લઈ પસાર થતાં વોચમાં રહેલા પોલીસ કર્મીઓએ સદર ગાડીને કોર્ડન કરી તલાશી લેતા ટોયોટા ગાડીના બોનેટ નીચે વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો સંતાડેલ હતો. ટોયોટા ગાડી નં.GJ-01-HF-6146 તથા 5 કિલો 930 ગ્રામ ગાંજો કિં.રૂ. 59,300/- છુપાવી વેચાણ કરવાના ઇરાદે લઈ આવેલ આ ગાંજો સુરતના અશ્વિની કુમાર ખાતેથી એક અજાણ્યા ઇસમ પાસેથી ખરીદેલ હતો. પોલીસે આરોપી હાર્દિકભાઇ બકુલભાઇ ભાટક ઉં.વ.36 રહે.સહજાનંદ કોમ્પ્લેક્ષ તુલસીધામ સોસાયટી, ભરૂચની અટક કરી કુલ મુદ્દામાલ રૂ.1,64,530 જપ્ત કરી ધી નારાકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ભરૂચ નર્મદા ચોકડી નજીકથી ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો.
Advertisement