આજે તા.23/7/22 ના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી દ્વારા મુખ્યમંત્રી તથા ગૃહરાજય મંત્રીની ઉપસ્થિતિમાં e-FIR સેવા પ્રારંભ કરાવ્યો હતો. જે e-FIR નો ઇ-વર્ચ્યુઅલ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલની અધ્યક્ષામાં એસ.પી.ઓફિસ ખાતે યોજાયો હતો.
રાજય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રીનેત્રનું ઉદ્ઘાટન અને બોડીવોર્ન કેમેરાનું રાજયવ્યાપી રોલ આઉટ તેમજ e-FIR નું લોન્ચિંગ તેમજ AHTU ના વાહનોનું ફલેગ ઓફ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્રેના ભરૂચ જિલ્લા પોલીસ દળને 207 બોડીવોર્ન કેમેરા તેમજ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે 268 કેમેરા ભરૂચ શહેર ખાતે કાર્યરત કરવામાં આવનાર છે. આ સાથે હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને જરૂરિયાત મુજબના વાહનો ફાળવવામાં આવનાર છે. આમ જનતાને વાહન, ચોરી, મોબાઈલ ચોરીની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવવું ના પડે તે માટે e-FIR નું ઓનલાઈન લોન્ચિંગ કરવામાં આવેલ છે. e-FIR ના અવેરનેસ માટે ભરુચ જિલ્લા પોલીસ દ્વારા જાહેર જગ્યાઓ, ભીડભાડવાળી જગ્યાઓ ઉપર, રેલ્વેસ્ટેશન, એસ.ટી. ડેપો વગેરે સ્થળો ઉપર 82 જેટલા હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે તથા 8500 જેટલા પેમ્પલેટનું લોકોને વિતરણ કરવામાં આવ્યું છે.
તેમજ પબ્લિક અવેરનેસ માટે ભરૂચ જિલ્લા પોલીસ 23 જેટલા અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરશે તેમ સત્તાવાર પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા નાગરિકોની સુવિધાઓમાં વધુ એક મોરપીંછનો ઉમેરો કરાયો.
Advertisement